*ભાભરમાં અન્નપુર્ણા ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડેન્ટિસ્ટ સેવાનો થયો પ્રારંભ*
ભાભર, સંજીવ રાજપૂત: ભાભર માં અન્નપુર્ણા ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડેન્ટિસ્ટ સેવા નો પ્રારંભ થયો છે. 30 રૂ ના ટોકન દરે ડેન્ટિસ્ટ સેવા નો લાભ લેવા ટ્રષટી સુરેશભાઈ રંગોલી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
વાત કરવામાં આવે તો એવા સરહદી વિસ્તાર ભાભર ની હર હમેશ સેવાકીય પ્રવૃત્તિઓ આગળ પડતું હોય તો એ છે ભાભર શહેર ત્યારે આજ રોજ તા 17/4/2024 ના રોજ અન્નપુર્ણા ચેરીટેબલ ટ્રસ્ટ ભાભર સંચાલિત અન્નપુર્ણા ઘામ અને એસ એસ આરોગ્ય ઘામ દ્વારા ભાભરમાં આરોગ્યની અવિરત ઉત્તમ સેવાઓ આપી રહેલ છે જેનો લાભ અનેક લોકો ને મળી રહો છે ત્યારે વિવિધ આરોગ્ય કેમ્પો દ્વારા જનસેવા નો યજ્ઞ પણ અવિરત ચાલુ રહે છે તેમજ અન્નપુર્ણા ભોજનાલય છઠ્ઠા વર્ષ માં અને એસ એસ આરોગ્ય ઘામ ભાભર ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહેલ છે તેની ખુશીમાં રામનવમી માં પ્રવિત્ર તહેવાર નિમિત્તે ડેન્ટિસ્ટ ની સેવાઓ નો પ્રારંભ પરમ પુજ્ય જયરામદાસ બાપુ અને પરમ પુજ્ય શ્યામ સ્વરુપદાસ બાપુ ના આશિર્વાદ લઈ શરૂ કરવામાં આવેલ છે સૌ પ્રથમ દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.
ઉપસ્થિત મહાનુભાવો ના દ્વારા કાર્યક્રમ ને અનુરૂપ પ્રવચન કરી અન્નપુર્ણા ઘામ અને એસ એસ આરોગ્ય ઘામ ની સેવા તેમજ ટ્રષટી સુરેશભાઈ રંગોલી ની સેવા ની કામગીરી ને લોકો એ બિરદાવી હતી તેમજ ભાભર અન્નપુર્ણા ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરુ કરવામાં આવેલ ડેન્સિટસ્ટ ની આ સેવા નો લાભ ભાભર તેમજ આજુબાજુના વિસ્તારોમાં થી આવતા લોકો ને સેવા નો લાભ લેવા માટે અન્નપુર્ણા પરીવાર દ્વારા અનુરોધ કરવામાં આવેલ તેમજ રાત્રે ભોજન પ્રસાદ સહિત ભજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં સાઘુ સંતો મહંતો આચાર્ય નટુભાઈ ભગત વારાહી વાળા સહિત દરેક ધર્મ પ્રેમી જનતા ઉપસ્થિત રહી ને લાભ લીઘો હતો….