*પાલનપુર કલેકટર કચેરી ખાતે એન્ટી ટેરિઝમ ડે નિમિત્તે શપથ ગ્રહણ કરાયા*
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: દર વર્ષે ૨૧ મે ના રોજ એન્ટી ટેરિઝમ ડે નિમિત્તે રાજ્યની તમામ કચેરીઓમાં રાષ્ટ્રમાં સામાજિક સદ્ભાવ, શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે અને તેમાં યોગદાન આપવા માટે શપથ ગ્રહણ કરવામાં આવે છે. જે અંતર્ગત કલેકટર કચેરી પાલનપુર ખાતે નિવાસી અધિક કલેકટર સી.પી.પટેલની અધ્યક્ષતામાં એન્ટી ટેરિઝમ ડે નિમિત્તે કલેકટર કચેરીના સર્વે અધિકારીઓ અને કર્મચારીઓને આતંકવાદ વિરોધી શપથ લેવડાવવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આજ રોજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં એન્ટી ટેરિઝમ ડે ના ભાગરૂપે આતંકવાદ વિરોધી શપથ લેવામાં આવ્યા હતા જેમાં જિલ્લાની તમામ સરકારી કચેરીના અધિકારીઓ અને કર્મચારીશ્રીઓએ પણ શપથ લીધા હતા.