*ગાંધીનગરમાં ફેબેક્સા-ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ*

*ગાંધીનગરમાં ફેબેક્સા-ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ*

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મસ્કતી ક્લોથ મહાજન આયોજિત ટેક્ષટાઇલ પ્રદર્શન ફેબેક્સા ની નવમી એડિશનનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો.

ટેક્ષટાઇલ અને રેડીમેડ ગારમેન્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં બદલાતા સમય સાથે આવી રહેલી નવી ટેકનીકલ ડિઝાઇન્સ અને ઇન્ડસ્ટ્રીના ટ્રેન્ડની જાણકારી એક જ સ્થળેથી મળી રહે તેવા હેતુથી અમદાવાદ મસ્કતી ક્લોથ મહાજન દ્વારા તા.૨૧ થી ૨૪ મે ૨૦૨૪ દરમિયાન આ પ્રદર્શનનું ગાંધીનગરમાં એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવેલું છે.

આ પ્રદર્શનમાં દેશમાં કાપડ ઉદ્યોગની અગ્રેસર ૧૨૫ થી વધુ બ્રાન્‍ડ્સના ૯૩ જેટલા સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં, નાની-મોટી બ્રાન્‍ડ્સના દેશભરના મળીને ૮૦૦ થી વધુ એક્સપોર્ટર્સ, બાઈંગ હાઉસ અને ગારમેન્‍ટર્સ માટે B2B અને B2C નું આયોજન પણ કરવામાં આવ્યું છે.

 

આ ઉપરાંત, વિકસિત ભારત@૨૦૪૭ માટે ટેકનિકલ ટેક્ષટાઇલ્સ અને ઇનોવેટિવ મટીરીયલ્સ વિષયક પેનલ ડિસ્કશન્‍સ પણ યોજાશે.

 

૧૯૦૬ થી કાર્યરત અમદાવાદ મસ્કતી કાપડ મહાજન દ્વારા ૨૦૧૯ ની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પ્રથમ ટ્રેડ ફેરની શરૂઆત કરવામાં આવી હતી.

 

ફેબેક્સાના આ નવમા ટ્રેડ ફેર એક્સ્પોનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો તે અવસરે મસ્કતી ક્લોથ એસોસિએશનના પ્રેસિડેન્ટ ગૌરાંગ ભગત, સેક્રેટરી નરેશકુમાર શર્મા અને પદાધિકારીઓ તથા એક્ઝિબિટર્સ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ પ્રદર્શનના વિવિધ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી.

———-