*ગુજરાતમાં BTPના મત હુકમનો એક્કો*

હવે રાજ્યસભાની ચૂંટણી માટેની ફોર્મ્યુલા એવી છે કે જેટલી સીટની ચૂંટણી હોય તેમાં એક ઉમેરીને તે સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે. ભાગાકાર કર્યા બાદ જે પૂર્ણાંક આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મતો દરેક ઉમેદવારને જીતવા માટે જોઈએ. હાલમાં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી છે અને પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા 175 છે. જો 175ને 4 + 1 = 5 વડે ભાગીએ તો 35 થાય. આમ ભાજપને ત્રણે ઉમેદવાર જીતવા કુલ 105 મત જોઇએ. આથી ભાજપે હજુ ત્રણના રાજીનામા અપાવવા પડે અથવા બે બીટીપીના મત જોઇએ. બીજી તરફ કોંગ્રેસ પાસે 5 ધારાસભ્યોના રાજીનામા બાદ 68 મત છે. જો તેમના બન્ને ઉમેદવારને જીતવું હોય તો કુલ 70 મત જોઈએ. કોંગ્રેસને વધુમાં વધુ જિજ્ઞેશ મેવાણીનું સમર્થન મળી શકે છે. તો પણ કોંગ્રેસ માટે કટોકટીની સ્થિતિ છે.