નાંદોદના ધારાસભ્ય પી ડી વસાવાએ જણાવ્યું હતું કે હનુમાનજી જેવા રામ ભક્ત હતા એવા હું કોંગ્રેસ ભક્ત છું મારી નસનસમાં કોંગ્રેસ વહે છે જમ્યા છું કોંગ્રેસ અને મરીશ તો પણ કોંગ્રેસમાં જ રહીશ
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં નાંદોદના ધારાસભ્ય કોંગ્રેસના ઉમેદવારને વોટિંગ કરશે.
રાજપીપળા, તા.16
26 માર્ચે યોજાનારી ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને હાલમાં રાજકારણ ખૂબ ગરમાયું છે. ત્યારે કોંગ્રેસનાં ધારાસભ્યોને તોડવાની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે. ગુજરાત રાજ્ય સભાની ચૂંટણીને લઈ ઘરમાં રાજકારણ ને લઈને કોંગ્રેસના નેતાઓની એક પછી એક પ્રતિક્રિયા આવવા લાગી છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના પાંચ સભ્યોએ રાજીનામા આપ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી. વસાવાએ પોતાનું સ્ટેન્ડ નક્કી કરી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોંગ્રેસમાં જ છે. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટપણે મત આપવાની જાહેરાત કરી છે પેલી વસાવાએ જણાવ્યું છે કે હનુમાનજી જેવા મારી નસનસમાં કોંગ્રેસ વહે છે જમ્યો છું કોંગ્રેસ અને મરીશ તો પણ કોંગ્રેસમાં જ રહી.
આ ઉપરાંત બીજી બાજુ કિરીટ પટેલે કોંગ્રેસ પ્રત્યે પોતાની વિશ્વસનીયતા દર્શાવતાં કહ્યું કે, અમારી પર પક્ષે વિશ્વાસ રાખીને અમને ટિકિટ આપી છે જેથી હું તેનો અને પ્રજાનો વિશ્વાસ નહીં તોડું અને પાર્ટીનાં આદેશ પ્રમાણે જ હું કામ કરીશ તેવું કિરીટ પટેલે જણાવ્યું હતું.
રાજ્યસભાની ચૂંટણીમા વિધાનસભાનું ગણિત પણ જાણવા જેવું છે. જેમાં ગુજરાત વિધાનસભા ની કુલ 182 બેઠકો છે. જેમાં બે સીટો હાલ ખાલી છે. આ રીતે કુલ સંખ્યા 180ની છે. એવામાં ગુજરાતમાં રાજ્યસભાની એક સીટ જીતવા માટે પ્રથમ ઉમેદવારને 37 વૉટ જોઈએ. ગુજરાતમાં હાલના સમયમાં ભાજપની પાસે 103 ધારાસભ્યો છે, બીજી તરફ કોંગ્રેસ પાસે તો તે ધારાસભ્યો એક અધ્યક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી છે. કોંગ્રેસને પોતાની બે રાજ્ય સભા સીટ જીતવા માટે 111 ધારાસભ્ય ની આવશ્યકતા છે એવામાં જ ભાજપ એનસીપી સાથે કોંગ્રેસ સામે પોતાના ધારાસભ્યો દ્વારા પ્લસ વોટિંગ નું જોખમ તોળાઈ રહ્યું છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા