ધારીખેડા સુગર ના વાલિયા વિભાગ માં બિન હરીફ થાય તેવી શક્યતા.
ખાંડ નિયામકના હુકમ મુજબ જે સભાસદોએ પાંચ વર્ષમાં બે વખત શેરડી નાખી હોય તેવા જ સભાસદોને મતદાન કરી શકે તેમ જ ઉમેદવારી કરી શકશે.
રાજપીપલા તા .16
નર્મદા ધારીખેડા સુગર ની આવનારી ચૂંટણી માટે ગામોગામ મતદાર જાગૃતિ અભિયાનની સભાસદો ની મિટિંગ શરૂ થઈ ગઈ છે જેમાં વાલીયા વિભાગમાં હાલના ડીરેક્ટર યોગેન્દ્રસિંહ મહિડા ને ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ દ્વારા રીપીટ ની થીયરીને સભાસદો એ એક્કી અવાજે સ્વીકાર કરી વધાવી લીધી હતા. આવનારી ચુટણી ધારીખેડા સુગરના વાલીયા વિભાગમાં બીનહરીફ થાય તેવા એંધાણ દેખાય રહે એવો સભાસદોનો સુર તથા અંદરો અંદર વાતો કરતા જાણવા મળેલ છે.
ધારીખેડા સુગરમા હાલ મતદાર યાદીની કામગીરી ચાલી રહેલ હોય સરકારના ખાંડ નિયામકના હુકમ મુજબ જે સભાસદો એ પાચ વર્ષ મા બે વખત શેરડી નાખી હોય તેવા જ સભાસદો મતદાન કરી શકે તેમજ ઊમેદવારી કરી શકે આ બાબત મા આજ રોજ બોર્ડ ઓફ નોમીનીઝનો સ્ટે ઓર્ડર થતા હાલ બધી પ્રક્રિયા બંધ થવા પામેલ છે .જેથી ચેરમેન ઘનશ્યામભાઈએ સભાસદોને નર્મદા સુગર ધારીખેડા સુગરની બાવીસ મે પહેલા યોજાય એવુ સભાસદો ને જણાવેલ હતુ અને કાયદા ની તારીખ મા ન થાય તો કસ્ટોડીયન પણ જ્યા સુધી ચુટણી ન થાય ત્યાં સુધી મુકવા પડે એવુ ચેરમેન ઘનશ્યામભાઈ દ્વારા સભાસદો ને જણાવેલ.
પહેલી મતદારયાદી જાહેર થતા સહકારી રાજકારણમાં રાજકીય ગરમાવો આવી જવા પામેલ છે.
ભરૂચ નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ધારીખેડા સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પાંચ વર્ષની ટર્મ પૂરી થઇ રહી છેએટલે આવતા મે મહિનામાં ચૂંટણી આવશે ત્યારે પહેલી મતદારયાદી જાહેર થતાં જ સહકારી રાજકારણમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. હાલ મા મળતી માહિતી પ્રમાણે ધારીખેડા સુગર મા બોર્ડ ઓફ નોમીનઝ નો સ્ટે ઓર્ડર 27/03/2020 નો મળેલ છે જેમા મેનેજીંગ ડિરેકટર તથા ચેરમેને ને પુરાવા લઈ ને હાજર રેહેવાનો છે જ્યા સુધી આ સ્ટે ન હટે ત્યા સુધી ચુટણી તો શુ મતદાર યાદી પણ પણ શક્ય નથી . જેમાં 14 બેઠકો ઉત્પાદકો અને 1 બેઠક બિન ઉત્પાદક મળી કુલ 15 બેઠકો માટે યોજાનારી નર્મદા સુગરની ચૂંટણી જીતવા સહકારી ક્ષેત્રે રાજકારણમાં ગરમાવો આવી જવા પામેલ છે. નર્મદા સુગર ધારીખેડા સુગરની મે મહીના મા યોજાનારી ચૂંટણી નો જંગ ખેલાશે એવો માહોલ રચાયો રહ્યો છે.
ગત ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામભાઈ પટેલની પેનલ જીતી હતી 15 બેઠકો પૈકી 13 બેઠકો કબજે કરી શકતા નું સુકાન કબજે કર્યા હતા. વર્તમાન ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ 1995થી નર્મદા સુગર ના સત્તાનું સુકાન છેલ્લા પાંચ વર્ષથી સંભાળી રહ્યા છે 22000 સભાસદો આ ધરાવતી નર્મદા સુગર એ છેલ્લા 25 વર્ષમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ ના ચેરમેન પણા હેઠળ નર્મદા સુગર એ પ્રગતિની હરણફાળ ભરીને નર્મદા સુગરની ગુજરાતની અન્ય અગ્રેસર સુગર ફેક્ટરીઓ ની હરોળમાં લાવીને મૂકી દીધી છે.
2500 ટનની કેપેસિટી ધરાવતી નર્મદા સુગર આજે 5500 ટન સુગર શેરડીનું પિલાણ કરતી થઈ ગઈ છે નર્મદા સુગરને કારણે સુગર ના ખેડૂતોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે. ભરૂચ નર્મદામાં શેરડીનું વિક્રમજનક ઉત્પાદન થતાં સુગર ના સારા ભાવો મળતા ખેડૂતોને આર્થિક ફાયદો થયો છે.
નર્મદા સુગરના ચેરમેનના જણાવ્યા અનુસાર નર્મદા સુગર એ રિફાઇન સુગર બનાવતી ગુજરાતની એકમાત્ર સુગર બની છે. બે મેઘાટન ઉત્પાદન કરી ચલાવી વધારાની વીજળી વેચાણ કરી આવક મેળવી રહી છે. આ પ્રોજેક્ટ કરનાર નર્મદા સુગર પણ ગુજરાતમાં સૌપ્રથમ છે. રોજનું 55000 ઇથેનોલનું ઉત્પાદન નર્મદા સુગર કરી રહી છેએ ઉપરાંત નર્મદા સુગર મા બાયો કમ્પોસ્ટ ખાતર અને ફોસફો કમ્પોસ્ટ ખાતર નું ઉત્પાદન કરાય છે. આરોગ્ય માટે હિતકારક ઓર્ગેનિક ખાંડ વિદેશમાં પણ મોકલાય છે નર્મદા સુગરની 14 જેટલા નેશનલ અવોર્ડ અને બે રાજ્યકક્ષાના મળી કુલ 16 જેટલા એવોર્ડ મળી ચૂક્યા છે. અત્યારે ખેડૂતોનું જીવનધોરણ ઊંચું લાવવા નર્મદા સુગર નો સિંહ ફાળો છે. ત્યારે ખેડૂત સભાસદો ફરી એકવાર નર્મદા સુગર ના સુકાન વર્તમાન સત્તાધિશો ને સોંપે તો નવાઈ નહીં.
હાલ બોર્ડ ઓફ નોમીનીઝ નો સ્ટે ઓર્ડર થતા રાજકીય ગરમાવો સહકારી રાજકારણમાં આવી ગયો છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા