પેરુ જેવા અત્યંત પછાત વિસ્તારમાં સોના પર અદભૂત નકશીકામ થતું, અત્યંત સુંદર પથ્થરનું નકશીકામ પણ થતું….. (લેખન અને સંકલન) Deval Shastri 🌹

હજારો વર્ષ પહેલાં ભારત સહિત એશિયા અને અમેરિકા વચ્ચે વ્યવહાર હતો પણ ધીમે ધીમે કોઇ કારણોસર વ્યવહાર ખતમ થતાં અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં સ્વતંત્ર માનવસંસ્કૃતિ વિકાસ પામી.
આ સંસ્કૃતિ પર ભારતીય સંસ્કૃતિની ભારે અસરો હતી. ઘણા રીતરિવાજો સમાન હતાં, કેટલીક ધાર્મિક માન્યતા સમાન હતી. જ્યારે અમેરિકા શોધાયું, તે પછી અમેરિકન વૈજ્ઞાનિકો પૌરાણિક સંસ્કૃતિ પર ભારતીય અસરોને કારણે અમેરિકન સ્થાનિકને રેડ ઇન્ડિયન તરીકે ઓળખતા.
અમેરિકામાં હજારો વર્ષ પૂર્વે જે વસાહતો બની એ મુખ્યત્વે મેક્સિકો, મધ્ય અમેરિકા અને પેરુની આસપાસ વિકાસ પામી. આ સંસ્કૃતિઓ પર એશિયા અથવા યુરોપની કોઈ અસર ન હતી. મેક્સિકોમાં સોનું અને ત્રાંબુ હતું પણ લોખંડ ન હતું જેણે આગળ જતાં નુકશાન કરાવ્યું.
ધીમે ધીમે આ સંસ્કૃતિ વિકાસ પામી, નવી નવી લિપિઓ અને ભાષા વિકાસ પામતી ગઇ. હજાર વર્ષ પૂર્વે યુરોપમાં ન હોય એવા શહેરો વિકાસ પામ્યા.
મધ્ય અમેરિકામાં વિકસિત રાજ્યોનો સમૂહ એકઠો થયો અને એક સમવાય તંત્ર ઉભું થયું, જેને આપણે માયા સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. માયા સંસ્કૃતિમાં ગણિત અને ખગોળશાસ્ત્ર ખૂબ વિકાસ પામ્યું હતું.
પરિણામે માયા સંસ્કૃતિમાં જ્યોતિષ વિકાસ પામ્યું. માયા સભ્યતા 3100 વર્ષ પહેલાં શરુ થઇ, દર 394 વર્ષ પછી એક યુગનો અંત આવતો હતો. તેરમો યુગ 21 ડિસેમ્બર, 2012ના રોજ પૂરો થયો….
સો દોઢસો વર્ષ સુધી માયા સભ્યતાનો વિસ્તાર વિકાસ પામ્યો. ધીમે ધીમે અંદરના બીજા રાજ્યો મજબૂત થતાં મેક્સિકોના આઇઝેક લોકોએ માયા સંસ્કૃતિનો વિસ્તાર જીતી લીધો.
આઇઝેક સામ્રાજ્યમાં પ્રજાને રક્ષણ આપવામાં આવ્યું, તો ખૂબ શોષણ પણ કરવામાં આવ્યું. સોળમી સદીમાં સ્પેનિશ સમૂહ સામે તેમનું સામ્રાજ્ય ખતમ થઇ ગયું, હર્નાન કોર્ટે નામના બહાદૂર સ્પેનિશે સાવ નાનકડા લશ્કર વડે મેક્સિકન સામ્રાજ્ય ખતમ કરી નાખ્યું. સમસ્યા એ હતી કે, મેક્સિકન પાસે ઘોડા અને બંદૂક ન હતી. પોતાની પ્રજા પણ શોષણથી ત્રાસી હતી. પહેલીવાર તો કોર્ટે હારી ગયો હતો પણ સ્થાનિકોની મદદથી તેણે ફરીવાર જીત મેળવી.
સ્પેનિશે જેવી જીત મેળવી કે આખી મેક્સિકન સંસ્કૃતિ ખતમ થઈ ગઇ અને એ સ્થાન પર ચર્ચ બન્યું.
એવું માનવામાં આવે છે કે યુરોપિયનની સાથે પ્લેગના વાઇરસ આવ્યા હતા, જે સ્થાનિક સહન ન કરી શક્યા અને મોટી જાનહાનિ થઈ.
દક્ષિણ અમેરિકામાં પેરુમા પણ સ્થાનિક શાસન હતું, ત્યાં રાજાને ભગવાન માનવામાં આવતા. સ્પેનના પિઝારો નામના સેનાપતિએ રાજાને મૂર્ખ બનાવી પકડી લીધો. રાજાના નામે થોડો સમય વહીવટ પણ કર્યો. ધીમે ધીમે રાજાશાહી પેરુમા પણ ખતમ થઈ ગઇ…. પેરુ જેવા અત્યંત પછાત વિસ્તારમાં સોના પર અદભૂત નકશીકામ થતું, અત્યંત સુંદર પથ્થરનું નકશીકામ પણ થતું…..

(લેખન અને સંકલન)
Deval Shastri 🌹