અમદાવાદમાં BRTS અને AMTC ની બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે એએમસી એ લીધો નિર્ણય

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ફરી કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે . છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કેસોને જોતા તંત્ર એલર્ટ થઈ ગયું છે . અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી હતી . આ બેઠકમાં મનપાના સ્વાસ્થ્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા . આ બેઠકમાં હવે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે . હવે અમદાવાદમાં BRTS અને AMTC ની બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે . એએમસીએ લીધો નિર્ણય અમદાવાદ મ્યુસિપલ કોર્પોરેશને આપેલી માહિતી પ્રમાણે શહેરમાં વધતા જતાં કોરોના કેસને ધ્યાનમાં રાખીને 6 જાન્યુઆરી એટલે કે ગુરૂવારથી એએમટીએસ અને બીઆરટીએસ બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે . આ દરમિયાન તમામ મુસાફરોએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે આ સિવાય જે લોકોએ વેક્સીનના બંને ડોઝ લીધા નથી તેને બસમાં પ્રવેશ આપવામાં આવશે નહીં . બસમાં પ્રવાસ કરવા દરમિયાન તમામ લોકોએ કોરોના નિયમોનું પાલન કરવું પડશે .