જામનગર બાલા હનુમાન મંદિરે અખંડ રામધૂન 60માં વર્ષે પ્રવેશતા વિહિપ દ્વારા પ્રેમભિક્ષુજી મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

જામનગર બાલા હનુમાન મંદિરે અખંડ રામધૂન 60માં વર્ષે પ્રવેશતા વિહિપ દ્વારા પ્રેમભિક્ષુજી મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

 

 

જીએનએ જામનગર : છોટી કાશી ગણાતા જામનગરમાં જ્યાં શ્રી રામ જય રામ જય જય રામ ની અખંડ રામધૂન ચાલે છે. તેવા વિશ્વવિખ્યાત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા શ્રી બાલા હનુમાનજી સંકીર્તન મંદિર ખાતે 1,ઓગસ્ટ,2023ના 60 માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે જામનગર ના સાનિધ્યમાં આવી રામનામની આહલક જગાવનાર શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે.

 

શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ જામનગર વિભાગના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારાપરા, ઉપાધ્યક્ષ સુભ્રમણયમભાઈ પીલ્લે, મંત્રી હેમતસિંહ જાડેજા, જિલ્લા પ્રચાર-પ્રસાર વિભાગના સંયોજક કિંજલભાઈ કારસરીયા, માતૃશક્તિ મહિલા વિભાગના પ્રાંત સહસંયોજિકા હીનાબેન અગ્રાવત, પ્રફુલાબેન અગ્રાવત, સ્વરૂપબા જાડેજા સહિતના અગ્રણી હોદ્દેદારોએ શ્રી બાલા હનુમાન મંદિરે ખાસ જઈને બાલા હનુમાન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સાથે બાલા હનુમાન મંદિર ના દર્શન કરી પ્રેમભિક્ષુજી મહારાજના સ્મૃતિ મંદિરે પણ દર્શન કર્યા હતા અને 60 માં વર્ષે પ્રવેશ કરી રહેલા બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટીઓને પણ ખાસ અભિનંદન પાઠવ્યા હતા.