નાંદોદ તાલુકાનાના ઝૂડા ગામે હાઈવે રોડ ઉપર ક્રોસ કરતા રાહદારીઓને મોટરસાયકલને અડફેટમાં લેતા એક રાહદારીનું મોત.

રાજપીપળા, તા. 16
નાંદોદ તાલુકાનાના ઝૂડા ગામે હાઈવે રોડ ઉપર ક્રોસ કરતા રાહદારીઓને મોટરસાયકલને અડફેટમાં લેતા એક રાહદારીનું મોત નીપજ્યું છે આ અંગે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદી સતિષભાઈ શાંતિલાલ વસાવા (રહે, નવાપરા હાલ રહે નાના ઝુંડા) એ આરોપી મોટરસાયકલ નંબર જીજે 22 એફ 0421નો ચાલક સામે ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપીએ પોતાના કબજામાં પ્રેશન પ્રો મોટરસાયકલ નંબર જીજે 22 એફ 0421 ની પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ચલાવી લાવી રોડ ક્રોસ કરતાં ફરિયાદી સતિષભાઈના પિતા સાથે એકસીડન્ટ કરી શરીરે ગેમ બીમાર તેમજ માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવી તથા પોતે શરીરે ઈજાઓ પહોંચાડી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા