તિલકવાડા ના પહાડ ગામે ભુત મામાના મંદિર રોડ ઉપર મોટરસાયકલ સ્લીપ થઇ જતાં ચાલકનું મોત અન્ય સવારને ગંભીર ઇજા.

રાજપીપળા, તા. 16
તિલકવાડા ના પહાડ ગામે ભુત મામાના મંદિર રોડ ઉપર મોટરસાયકલ સ્લીપ થઇ જતાં ચાલકનું મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેસનાર અન્ય સવારને ગંભીર ઇજા થવા પામી હતી.
આ અંગે તિલકવાડા પોલીસ મથકમાં જીગ્નેશભાઈ ગોવિંદભાઈ તડવી (રહે,પહાડ) ગામે તિલકવાડા પોલીસ મથકે અકસ્માત મોતની ફરિયાદ નોંધી છે.
જેમાં ફરિયાદની વિગત મુજબ ફરિયાદી જીગ્નેશભાઈ ના પિતા મરનાર ગોવિંદભાઈ તેમજ તેમની સાથે પાછળ બેસેલી નરેશભાઈ નાગજીભાઈ તડવી સાથે તેઓ મોટરસાયકલ નંબર જીજે 22 કે 8508 બેસીને કે કેસપુરા થી પહાડ ગામ તરફ ચાલી આવતા હતા તે વખતે ભુત મામાના મંદિર પાસે રોડ ઉપર વળાંકમાં અચાનક તેમની મોટરસાઇકલ સ્લીપ થઇ ગઇ હતી, જેમાં મોટરસાયકલ સાથે રોડ ઉપર નીચે પડી જતાં તેઓના મોઢાના ભાગે તેમજ ડાબા હાથે તેમ જ પેટના ભાગે ડાબી બાજુ ઇજા થઇ હતી. જેમાં મોટરસાયકલ ઉપર બેસેલ નરેશભાઈને પણ માથાના ભાગે તેમજ ડાબા પગે ઇજા થતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રીફર મેમા સાથે બંને વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયેલ જેમાં ગોવિંદભાઈ સનાભાઇ તડવી (રહે, પહાડ ગામ) એને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. તિલકવાડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા