CRC અને BRC ની પરિક્ષા ઉચ્ચ ગુણાંક સાથે ઉતીર્ણ કરી ગુજરાત તુરી બારોટ સમાજનું ગૌરવ વધારતા અંજનાબેન પરમાર
પાટણ, સંજીવ રાજપૂત: પાટણ ખાતે વર્ષો સુધી તલાટી તરીકે ફરજ બજાવી ચૂકેલા દિવંગત શ્રી દલસુખભાઈ રામાભાઇ બારોટના દિકરી શ્રીમતી અંજનાબેન પરમાર એ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી CRC અને BRC ની પરિક્ષા ઉચ્ચ ગુણાંક સાથે ઉતીર્ણ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીમતી અંજનાબેન પરમાર હાલમાં સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ગૌશાણા ખાતે આવેલ ગૌશાણા પ્રાથમિક શાળા મા મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત ” નારી શક્તિ ગુજરાત ” ના અધ્યક્ષ તરીકે તુરી બારોટ સમાજ સહિતની મહિલાઓના ઉત્કર્ષ માટે સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છે.