અમદાવાદ શહેર ચાંદખેડા વિસ્તારની અંદર નવા પોલીસ સ્ટેશનનો થયો શુભ આરંભ

*અમદાવાદ શહેર ચાંદખેડા વિસ્તારની અંદર નવા પોલીસ સ્ટેશનનો થયો શુભ આરંભ.*

અમદાવાદ: અમદાવાદ શહેર ચાંદખેડા વિસ્તાર ની અંદર નવીન પોલીસ સ્ટેશનનો શુભ આરંભ થયો પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી કિરીટ પટેલ તથા ઉચ્ચ અધિકારી પોલીસ કર્મચારીઓ તથા કાયદા અને કાનૂન ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા ના વરદ હસ્તે ચાંદખેડા પોલીસ સ્ટેશન નો શુભારંભ થયો હતો મોટી સંખ્યામાં ધારાસભ્યો સંસદ સભ્ય નગરપાલિકાના કોર્પોરેટર તથા સામાજિક કાર્યકર્તાઓ જોડાયા. પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ દ્વારા ખુબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું. આ પોલીસ સ્ટેશન ની ખાસિયત એ છે કે જ્યાં મહિલાઓ આવે તો તેમના બાળકોને સાચવવા માટે રમત-ગમતના સાધનો પણ મુકવામાં આવ્યા હતા. પ્રદિપસિંહ જાડેજા સાહેબ એ જણાવ્યું કે વર્તમાન સરકાર વિકાસના કાર્યો કરી રહી છે અને કરતી રહેશે. પોલીસ કમિશનર તથા ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.