દુનિયાભર માં ચાલી રહેલા કોરોના વાઇરસ ના કેહર સામે લડત આપવા માટે ભારત સરકાર દ્વારા આપવા માં આવેલા લોકડાઉન પિરિયડ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી અને અસરકારક પગલાં ભરવામાં આવી રહ્યા છે.
માનનિય મ્યુનિસિપલ કમિશ્નર શ્રી અમદાવાદ ના કુનેહપૂર્વક ના આયોજન અને માર્ગદર્શન હેઠળ દક્ષિણ પશ્ચિમ ઝોન ના ડેપ્યુટી કમિશનર શ્રી અને તેમની સમગ્ર ટીમ સાથે દક્ષિણ પશ્ચિમ ઝોન માં હોમ કોરાંટાઈન કરેલા ૮૦૦ થી વધુ પરિવારો ને જીવન જરૂરિયાત ની વસ્તુઓ જેવી કે શાકભાજી, દૂધ, દૂધ પાઉડર વગેરે ઘરે બેઠા મેડિકલ પ્રોટોકૉલ સાથે પહોંચાડવા માં આવી રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને દક્ષિણ પશ્ચિમ ઝોન ના ડેપ્યુટી કમિશનર અને તેમની ટીમ દ્વારા આ કાર્ય સતત અવિરતપણે સંપૂર્ણ મેડિકલ ગાઈડલાઈન અને પ્રોટોકૉલ મુજબ કરવામાં આવી રહ્યું છે.
એ.એમ.સી. સાઉથ વેસ્ટ ઝોન પણ આ તાકીદ ની પરિસ્થિતિ માં કાર્ય કરી રહી છે. આ સાથે જ અમદાવાદ ની જાણીતી કંપની પોતાની સામજિક જવાબદારી સમજી ને સરકાર દ્વારા કોરાંટાઇન કરાયેલા ૮૦૦ થી વધુ પરિવારો ને રોજ સવારે અને સાંજે જીવન જરૂરિયાત ની વસ્તુઓ પહોંચાડી રહ્યા છે. ભારત માં સૌપ્રથમ વાર અમદાવાદ ખાતે ઓનલાઇન ચા ગ્રાહક ના દરવાજા સુધી પહોંચાડતી ફૂડ એન્ડ બેવરેજ કંપની FOOZZIE લોકડાઉન ના આ કપરા સમય માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના આદેશ અને સહયોગ થી લોકડાઉન ની શરૂવાત થી જ હોમ કોરાંટાઈન કરેલા પરિવારો ને ૨૫ થી વધુ FOOZZIE કર્મચારીઓ દ્વારા તેમના ઘર સુધી હાઇજેનિક જીવન જરૂરિયાત ની વસ્તુઓ પહોંચાડી રહ્યા છે.
ઉપરોક્ત કામગીરી FOOZZIE કંપની ની ટીમ દ્વારા અવિરત પણે અમદાવાદ ના નગરજનો ની સેવામાં સાંપ્રત પરિસ્થિતિ માં દરેક ને મદદરૂપ થવા ની ભાવના થી ફરજ બજાવી રહ્યા છે. FOOZZIE અમદાવાદ અને કોર્પોરેશન દ્વારા આ સર્વિસ લોકડાઉન ના સંપૂર્ણ પિરિયડ દરમિયાન આ કામગીરી બજાવવા માં આવશે અને સરકાર ની સાથે વાઇરસ ની સામે રક્ષણ મેળવી અને લોકસેવા ના કાર્ય કરવા કટિબદ્ધ છે.
FOOZZIE અમદાવાદ દ્વારા હવેથી કોઈપણ લોકો કે જેઓ અત્યારે ઘર પર રહી સરકાર ના લોકડાઉન નું પાલન કરી રહ્યા છે તે સર્વ લોકો ને ઘરે બેઠા આ સર્વિસ નો લાભ લેવા જાણ કરવામાં આવી રહી છે જેનો લાભ કોઈ પણ લઈ શકશે અને જેના દ્વારા આપને ઘરે રહો અને સુરક્ષિત રહો ના સૂત્ર નું પાલન કરવા અપીલ કરી રહ્યા છે.