*ખાનગી કેમ્પ દ્વારા આપવામાં આવેલી દવાની બાળકોને થઈ આડઅસર*

સુરત બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા પલસાણા તાલુકાના બગુમરા ગામની સાઈ વાટીકા સોસાયટીમાં બાળકોને તબિયત લથડી છે. પ્રાઇવેટ કેમ્પ દ્વારા આપવામાં આવેલી દવાને કારણે બાળકોને આડઅસર થઇ છે.જેના લીધે બાળકોને ઝાડા ઉલ્ટી થતા સારવાર અર્થે ખસેડવમાં આવ્યા છે. આશરે 250 થી વધુ બાળકોને દવા આપવામાં આવી હતી. હાલ ફેલાઈ રહેલા વાઇરસને રોકવાનું કહી દવા આપવામાં આવી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે.સુવર્ણપ્રાસ નામની દવા 250 બાળકોને આપવામાં આવતા જેમાંથી 100 જેટલા બાળકોની તબિયત લથડી છે. કેટલાક બાળકોને બારડોલી અને સુરતની અલગ અલગ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા.