રાજપીપલા શહેર માં 18 થી 44 વર્ષ 15000 લોકો માંથી માત્ર 4000 લોકોએજ વેકશીન લીધી!

લો કરો વાત!

રાજપીપલા શહેર માં 18 થી 44 વર્ષ 15000 લોકો માંથી માત્ર 4000 લોકોએજ વેકશીન લીધી!

ટેકરફરિળા ,રોહિતવાસ જેવા એરિયા ના લોકો ને કોરોના વેકશીન લેવામાં પાછળ

લોક જાગૃતિ નો અભાવ


જેમની પાસે મોબાઈલ કે વેકશીન સાઈડ ખોલતા ન આવતા અર્બન અને કોરોના વેકશીન ના સેન્ટરો પર વ્યવસ્થા કરી આપવામાં આવશે

રાજપીપલા, તા 10

નર્મદા જિલ્લા ની 5.26 લાખ વસ્તી છે ત્યારે ખાસ રાજપીપલા શહેર માં 45 થી 70 વર્ષ સુધી ના લોકોને 70 ટકા વેકશીન અપાઈ ગઈ છે હાલ 18 થી 44 વર્ષ ના લોકો માટે ઓનલાઇન રજીસ્ટેશન ચાલુ છે અને જેમાં રાજપીપલા શહેર માં 15000 લોકો 18 થી 44 વર્ષ ના નોંધાયેલ છે જેમાં 15000 માં માત્ર 4000 લોકો એજ ઓનલાઇન રજીસ્ટેશન કરી વેકશીન લીધી છે અને હાલ રાજપીપલા અર્બન હેલ્ટ સેન્ટર અને કોવિડ હોસ્પિટલ ખાતે વેક્ષીનેશન કરવામાં આવી રહ્યું છે જોકે તંત્ર દ્વારા પણ ગામડાઓમાં 20 જેટલી આરોગ્ય વિભાગ ની ટિમો ઉતારી ઘરેઘરે જે 45 વર્ષ થી ઉપરના લોકો અને 18 થી 44 વર્ષ ના લોકોને સમજવા આવી રહ્યું છેકે વેકશીન લેવી જરૂરી છે   કોરોના સંક્રમણને અટકાવવા માટે કોવિડ-19 વેક્સીનની રસી જ એક અમોધ શસ્ત્ર છે. જોકે રાજપીપલા શહેર માં 4 હજાર લોકોએ જેવો શિક્ષિત અને સમજદાર છે જેવો એ વેકશીન લીધી પરંતુ જે શ્રમ એરિયા જેવાકે ટેકરફરિળા ,રોહિતવાસ,વાઘરીવાડ જેવા એરિયા ના લોકો ને કોરોના વેકશીન લેવામાં પાછળ છે અને જેમને ખબર નથી કે કોરોના વેકશીન કેવી રીતે લઇ શકાય એમના માટે ખાસ અર્બન અને કોવિડ હોસ્પિટલ પર ડોકટરો અને આરોગ્ય સ્ટાફ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે કે ભલે તમને ઓનલાઇન રજીસ્ટેશન ન કરતા આવડતું હોય અને એન્ડ્રોઇડ મોબાઈલ ન હોઈ એવા વ્યક્તિ વેકશીન સેન્ટર પર જશે તો ઓનલાઈન રજીસ્ટેશન કરી વેકશીન મુકવામાં તંત્ર વ્યવસ્થા કરી એકશીન મુકવામાં મદદ કરશે

જોકે ડો મેઘા એ જણાવ્યું હતું કે રાજપીપલા શહેર માં 18 થી 44 વય ના 15000 લોકો છે જેમાં 4000 લોકોએ વેકશીન લીધી છે અને હાલ રોજ સવારે વેકશીન લેવામાં માટે ઓનલાઇન ના જે સ્લોટ હોઈ છે જે પણ ખાલી જાય છે માટે જે લોકો ને જો વેકશીન લેવી હોઈ અને જેમને કોઈ પણ જાતનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરતા ન આવડતું હોય એમના માટે અને અર્બન સેટર પર વ્યવસ્થા કરી આપીસુ જેથી વહેલી તમામ લોકો વેકશીન લે અને કોરોના સામે સંક્રમણ અટકાવી શકશે

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા