પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તુટે તેવો ઘાય થયો છે. વલસાડના કપરાડાના કોંગી ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી સંપર્ક વિહોણા થયા ના સમાચાર સામે આવી રહ્યા છે.જીતુભાઈ ચૌધરી રાતથી જ સંપર્ક વિહોણા થયા હોવાની વાત સામે આવી છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.કોંગ્રેસ માટે રવિવારનો દિવસ રાજીનામા દિવસ બનીને રહી ગયો હતો. સવારમાં બે અને બાદમાં બપોરે પણ બે લોકોના રાજીનામાં પડતા કોંગ્રેસની ઉંઘ ઉડી ગઈ હતી. એમ કુલ ચાર રાજીનામા પડ્યા હતા. હવે પાંચમા ધારાસભ્ય તરીકે ગઢડાના પ્રવીણ મારુનું રાજીનામું પડતા કોંગ્રેસમાં મસમોટો ખાડો પડી ગયો છે. જો કે પ્રવીણ મારુએ રાજીનામું આપ્યું છે કે નહીં તેની સત્તાવાર જાહેરાત આવતીકાલે જ થશે. કારણ કે વિધાનસભાના અધ્યક્ષ દ્રારા એવી વાત વહેતી મુકવામાં આવી છે કે ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે. બીજી તરફ પરેશ ધાનાણીએ પોતાની ટ્વીટ દ્રારા સબસલામતીના દાવા કર્યા છે. ત્યારે સત્યતા શું છે તેની ખબર આવતીકાલે સોમવારે થશે.
Related Posts
નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો મા ઘટાડો.
નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો મા ઘટાડો. આજે માત્ર કુલ-૦૬ પોઝિટિવ કેસ નોંધાયા સાજા થયેલા 25 દરદીઓને આજે રજા અપાઇ બેડ…
*📍સાહિત્યનાં રંગોથી ભરેલો વિશ્વ વિખ્યાત જયપુર લિટરેચર ફેસ્ટિવલ*
*📍સાહિત્યનાં રંગોથી ભરેલો વિશ્વ વિખ્યાત જયપુર લિટરેચર ફેસ્ટિવલ* હોટેલ ક્લાર્ક્સ આમેર ખાતે આજે JLF-2024 નો ત્રીજો દિવસ ભારતનાં…
અમદાવાદના સરસપુરમાં ગરીબ અને મધ્યમવર્ગીય માટે આશીર્વાદરૂપ બની રહેનાર કોવીડ કેર સેન્ટરનો પ્રારંભ કરાવતા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા
*અમદાવાદના સરસપુરમાં ગરીબ અને મધ્યમવર્ગીય માટે આશીર્વાદરૂપ બની રહેનાર કોવીડ કેર સેન્ટરનો પ્રારંભ કરાવતા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા* અમદાવાદ: અમદાવાદના સરસપુર…