નવાપુરા અને નિધરાડ ગામમાં બળિયાદેવના મંદિરે પાણી ચઢાવવાનો ધાર્મિક પ્રસંગ ઉજવાયો

સાણંદ તાલુકામાં આવેલા નવાપુરા અને નિધરાડ ગામમાં લોકોને જાણે કોરોનાનો ડર ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. નવાપુરા અને નિધરાડ ગામમાં બળિયાદેવના મંદિરે પાણી ચઢાવવાનો ધાર્મિક પ્રસંગ ઉજવાયો હતો. આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પોલીસે કાર્યવાહી કરતા 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, ગામવાસીઓએ એ ધારણાના આધારે આયોજન કર્યું હતું કે, બળિયાદેવ મંદિરમાં જળ ચઢાવવાથી કોરોના વાયરસનો ખાત્મો થશે.