*કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર કર્યા આક્ષેપ*

જૂનાગઢમાં બોગસ રિસીપ્ટ મળવા અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આક્ષેપ કર્યા. દોશીએ કહ્યું કે જે રીતે ડમી રાઇટર સ્કેમ થયુ હતુ તેવી જ રીતે આ પરીક્ષાની રિસીપ્ટનું કૌભાંડ બહાર આવ્યું છે. ત્યારે આ કૌભાંડ નાનું નહીં પણ સુનિયોજિત સાથે થયું છે. જો ભાજપ સરકારમા તાકાત હોય તો હકીકતલક્ષી તપાસ કરે અને મળતીયાઓ સામે સરકારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. કેટલી જગ્યાએ આ કૌભાંડના તાર જોડાયેલા છે તેની તપાસ કરવામાં આવે. ભાજપના નેતાના પુત્રનું નામ સામે આવ્યું છે. ત્યારે સરકાર તપાસ કરીને ગુજરાતના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓને ન્યાય આપે.