*પોલીસ બની ભક્ષક કોન્સ્ટેબલે યુવતી સાથે દુષ્કર્મ કર્યું*

વડોદરા-મહિલાઓની સુરક્ષા અને સલામતીની મોટ મોટી વાતો કરતી રાજ્ય સરકાર અને વડોદરા પોલીસને શર્મસાર કરતી ઘટના બની જે પોલીસ પ્રજાની રક્ષક હોવાની વાત કરી રહી છે તે જ હવે પ્રજાની ભક્ષક બની છે.યુવક યુવતીઓને એકલામાં જોઇ ધાક ધમકી આપી તોડ પાડવાની આ કોઇ પ્રથમ ઘટના નથી જોકે લક્ષ્મીપુરા પોલીસની પીસીઆર વાનના કોન્સ્ટેબલે યુવક પાસેથી 5000નો તોડ પાડી પોલીસ કર્મી સંતોષ ન માન્યો અને યુવતીને કન્સ્ટ્રકશન સાઇટ પર લઇ જઇ તેના મિત્રને ફસાવી દેવાની ધમકી આપી તેણી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરીયાદ નોંધાઇ છે