*કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ બેલીમની ધરપકડ*

સુરત વર્ષ 1992માં શહેરમાં થયેલા રમખાણના કેસમાં કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ બેલીમની ધરપકડ કરવામાં આવી છે. રમખાણના કેસની તારીખમાં કોર્ટમાં વારંવાર ગેરહાજર રહેતા ઈકબાલ બેલીમ સામે સુરત કોર્ટે નોન બેલેબલ વોરંટ ઈશ્યું કર્યું હતું. જેના આધારે પોલીસે ઈકબાલ બેલીમની ધરપકડ કરી હતી ઈકબાલ બેલીમને લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે.