જિરાફ નો હર્નિયાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થતાં મોત થયું.

સફારી પાર્કમાં ચાર જિરાફમાંથી ત્રણના મોત થયા.

વિદેશી પશુ-પક્ષીઓને અહીનું વાતાવરણ માફક આવતું નથી.
રાજપીપલા તા, 15

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાસ્ટેચ્યુ નજીક પ્રવાસીઓના આકર્ષણ માટે 375એકરમાં જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યો છે. જેમાં ગઈકાલે જિરાફ નું મોત થતાં ભારે ખળભળાટ મચી ગયો છે .આ અંગે જિરાફ સફારી પાર્કનાનાયબ વન સંરક્ષક રામરતન નાલાએ જણાવ્યું હતું કે જિરાફ નું મૃત્યુ કોઈ બીમારી કે કોઈ ડિસીઝથી નથી થયું. પરંતુ જેને ડાયફ્રેનેટિયા હર્નિયા ઇન્ટરનેશનલ ઓર્ગનનો ડાયાગ્રામ ફાટી જવાથી (હર્નિયાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થવા થતા) આ ફાટી જવાના કારણે તેનું મોત થયું હતું.
જંગલ સફારી પાર્કમાં કુલ જીરાફ ચાર હતા તેમાંથી ત્રણના મોત થઇ ચૂક્યા છે. જેને લઇને વનવિભાગ પણ ખૂબ ચિંતિત બન્યું છે.જોકે જરૂરી કાર્યવાહી કરી ને તંત્ર દ્વારા મૃત જિરાફને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જંગલ સફારી પાર્કમાં દેશી-વિદેશી પશુ-પક્ષીઓ લાવવામાં આવ્યા છે, અને હાલમાં જંગલ સફારી પાર્ક અને ટ્રાયલ બેઝ પર ખુલ્લો મુકવામાં આવ્યો છે, ત્યારે જે વિદેશી પ્રાણીઓ છે તેઓ હાલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે, જેના કારણે આ વિસ્તાર જે છે કે હાલમાં પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી. ત્યારે સફારીના અંદર જિરાફનુ મોત થયું છે. જે બાબતે જંગલ સફારી પાર્કના અધિકારી રામરતન નાલા જણાવ્યું હતું કે જીરાફનુ મોત કોઈ બીમારી કે કોઈ ડિસીઝ થી થયું નથી.જેને ડાયફ્રેનેટિયા હર્નિયા ઇન્ટરનેશનલ ઓર્ગેનનો ડાયાગ્રામ ફાટી જવાના કારણે તેનું મોત થયું છે. બે દિવસ પહેલા એકદમ સ્વસ્થ હતું. તેમણે જણાવ્યું હતું કે જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓની ડોક્ટરની ટીમ દ્વારા કાળજી રાખવામાં આવે છે
આ ટીમો સતત પ્રાણીઓનું ચેકિંગ કરતી રહે છે. અહિના વન્યજીવોનુ ખાવા-પીવામાં ધ્યાન રાખવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે
અહીં રાખવામાં આવેલા દેશ-વિદેશનાં પ્રાણીઓને વાતાવરણ અનૂકુળ ન આવતા બે મહિના પહેલા ઝીબ્રાનુંપણ મોત થયું હતું. ત્યારે અત્યાર સુધીમાં જંગલ સફારીમાં ત્રણ જિરાફ, 3 એમ્પાલા, એક ઝિબ્રા અને વિદેશી પક્ષીઓના પણ મોત થયા છે.

સફારી પાર્કને 6 ઝોનમાં વિવિધ વિદેશી અને દેશી વન્ય પ્રાણીઓ, પક્ષીઓ, જળચળ પ્રાણીઓ, સરિસૃપો સહિત વિભાગોમાં બનાવવામાં આવ્યું છે. 1000થી વધારે જાતિના પશુ-પક્ષીઓ અને દેશ વિદેશના પ્રાણીઓ અને પક્ષીઓ છે. જેમાં જિરાફ, જીબ્રા, સિંહ, વાઘ, મગર, વરુ, સહીત રંગબેરંગી પક્ષીઓનો સમાવેશ થાય છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા