ટેમ્પો ચાલક ફરાર.
રાજપીપળા, તા. 15
દેડીયાપાડા તાલુકાના રાલ્ડા ગામ બસ સ્ટેન્ડ પાસે હાઈવે રોડ પૂરપાટ વેગે ધસી આવતા ટેમ્પા એ મોટરસાયકલ સાથે અકસ્માત કરતા અકસ્માત માં બાઈક ની પાછળ બેસનાર સવારનું મોત નીપજ્યું હતું જ્યારે બાઇકચાલકને હાલત ગંભીર છે આ અંગે દેડિયાપાડા પોલીસ મથકે અકસ્માત મોત ગુનાની પોલીસ ફરિયાદ ટેમ્પા ચાલક સામે નોંધાઈ છે
જેમાં ફરિયાદી ભઈલાલભાઈ દલસુખભાઈ તડવી (રહે, ડેકાઈ નિશાળ ફળિયું ) એ આરોપી આઈસર ટેમ્પો નંબર એમ એચ 18 બીએચ 5535 ના ચાલક સામે ફરિયાદ દાખલ કરાઇ છે.
ફરિયાદની વિગત અનુસાર આઈસર ટેમ્પો નંબર એ મેચ 18 બીએચ 5535 ના ચાલકે પોતાના કબજાની આઈસર ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરિયાદી ભાઈલાલભાઈના સાહેદ કમલેશભાઈ હરેશભાઈ તડવી હીરો કંપની સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર જીજે 22 એલ 8102 સાથે અકસ્માત કરી મોટર સાયકલ ચાલક કમલેશભાઈ ને શરીરે ઓછી-વત્તી ઇજા કરી તેમજ પાછળ બેસેલ ભરતભાઈને ઈજા કરી તથા માથામાં ગંભીર પ્રકારની ઈજા કરી ભરતભાઈનું મોત નીપજયું હતું. ટેમ્પા ચાલક પોતાનું લઇ નાસી જતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા