બ્રેકીંગ નર્મદા :
ભાજપ સાંસદ મનસુખ વસાવાના નામથી
ધાર્મિક કાર્યક્રમો માટે
ઉદ્યોગપતિઓ પાસે પૈસાનું ઉઘરાણું કરતા હોવાની સાંસદની પોલીસ ફરિયાદ
ભરૂચ જિલ્લા પોલિસ વડાને લેખિત ફરિયાદ
રાજપીપલા, તા 26
ભરૂચના
સાંસદ મનસુખ વસાવાને ભૂતકાળ માં અનેક ફોન પર ધમકીઓ મળી ચુકી છે ત્યારે તાજેતર માં સાંસદ મનસુખ વસાવા નું નામ વટાવી તેમને બદનામ કરવાનું એક ષડ્યંત્ર બહાર આવ્યું છે.
જેમાં મનસુખ વસાવાનું નામ આપી ફોન દ્વારા ધાર્મિક કાર્યક્રમો માટે ઉદ્યોગપતિઓ પાસે પૈસાની ઉઘરાણી કરાઈ હોવાની એક ઘટના સામે આવી છે. હાલ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ મામલે ભરૂચ જિલ્લા પોલિસ વડાને લેખિત ફરિયાદ કરી પૈસાની માંગણી કરનાર તત્વોને પકડી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સાંસદ મનસુખ વસાવાં અવાર નવાર જાહેરમાં અસામાજિક તત્વો તેમજ વિરોધીઓ સામે લાલ આંખ કરી તેમની પોલ ખોલતા હતા. શક્ય છે તેમને બદનામ કરવા તેમજ તેમની રાજકીય કારકિર્દીને નુકશાન કરવા આ પ્રકારનું ષડ્યંત્ર કરાયું હોય એવી શક્યતા નકારી શકાય એમ નથી
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા