કાયદાશાસ્ત્રી પોતે કાયદાનું ઉલ્લંઘન કરે તો શુ થાય, વકીલ સાથે નો પ્રેમ યુવતીને પડ્યો ભારે નોંધાઈ ફરિયાદ.

જામનગર ખાતેનાં ધ્રોલ તાલુકા મથકે એક યુવતીને વકીલ સાથે થયેલા પ્રેમના કારણે પોતાના લગ્ન જીવનમાં બદનામ થવાનો વારો આવ્યો છે. એક વર્ષ કરતા વધુ સમય ચાલેલા પ્રેમનાં કારણે યુવતીના પ્રેમમાં અંધ બનેલા એક વકીલે એવો ખેલ ખેલ્યો છે કે, જેના લીધે સાસરિયામાં રહેતી યુવતીની જિંદગી બેહાલ બની ગઈ છે. વકીલના કારસ્તાનનાં લીધે યુવતીએ છેલ્લે વકીલાત કરતા શખ્સ વિરૃદ્ધ જામનગરનાં ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઘટના વિશે મળતી માહિતી મુજબ ધ્રોલ ખાતે રહેતી યુવતી બે વર્ષ પૂર્વે સરકારી કામકાજ અર્થે પોતાની માતા સાથે મામલતદાર કચેરીએ ગયા હતા, ત્યાં તેમની મુલાકાત વકીલ તરીકે કામ કરતા હેમત ગેલજીભાઈ ઉર્ફે ઘેલાભાઈ સાથે થઈ હતી. બાદમાં કામકાજ અર્થે અવારનવાર યુવતીને વકીલ સાથે મળવાનું થતા બંનેની આંખો મળી જતા પ્રેમ-સંબંધ બંધાઈ ગયો હતો, આ પ્રેમ-સંબંધનાં લીધે યુવતીએ પોતાના ભવિષ્યનો પણ વિચાર નાં કર્યો. પરંતુ એકાદવર્ષ બાદ યુવતીના અન્ય જગ્યાએ લગ્ન થઈ જતા યુવતીના ગળાડૂબ પ્રેમમાં અંધ બનેલા વકીલ હેમંતભાઈ એ તેને પામવા અનેક પ્રયાસ કર્યા હોવા છતાં યુવતીએ કોઈ દરકાર નાં લેતા ગિન્નાયેલા વકીલે યુવતીના અશ્લીલ ફોટા અને સાથેનું વિડીયો કોલ રેકોર્ડિંગ યુવતીના ભાઈ અને તેના બનેવીને મોકલી આપી યુવતી ની જિંદગી બરબાદ કરવાનો અનિષ્ટ પ્રયાસ કર્યો હતો. આટલુંજ નહી ત્યારબાદ વકીલે કોઈ એપ્લિકેશન મારફતે ખરાબ અને ધમકીભર્યા મેસેજ મોકલી કોલ કરવાનું શરુ કર્યુ હતું. યુવતીને પામવા અને તેને બદનામ કરવા માટે છેલ્લી કક્ષાએ પહોંચી ચૂકેલા કાયદાના જાણકાર વકીલનાં આવા બેહૂદા વર્તનને લઈને યુવતીએ કોઈ પ્રતિસાદ નાં આપતા છેલ્લે વકીલ હેમંતભાઈ દ્વારા યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના લીધે નાં છૂટકે આખરે યુવતીએ ધ્રોલ પોલીસ મથકમાં લંપટ બનેલા વકીલ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ યુવતીની ફરિયાદ નાં આધારે આરોપી વકીલ હેમંતની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે જામનગરનાં આ લાલબત્તી સમાન આ કિસ્સામાં યુવતીનું લગ્ન જીવન માં ભંગાણ પડતું નજરે પડી રહ્યું છે, જેથી કહી શકાય કે આજની યુવા-પેઢી પોતાના ભવિષ્યનો વિચાર કર્યા વિના દિલના સોદા કરી નાખે છે. પ્રેમ-સંબંધ સમયે આ યુવા હૈયાઓને માશુક કે માશુકા સિવાય કશુ દેખાતું નથી,આજનું યુવાધન પ્રેમમાં અંધ બની સામાજિક રેખાઓ ઓળંગી જતા હોય છે, પછી એમના કરેલા કારસ્તાનો નો પરિણામ ભોગવવાનો વારો ફેમિલીના પાત્રો ને આવે છે. જામનગર ધ્રોલ ખાતે બનેલ આ કિસ્સાથી નવયુવા પેઢીને બોધપાઠ શીખવા જેવું છે, જેવી રીતે પ્રેમમાં અંધ બનેલ કાયદાનો જાણકાર પોતે વકીલ હોવા છતાં વિવાહિત જીવન જીવી રહેલ યુવતીને બદનામ કરવાની કે તેણીનો જીવન બરબાદ કરવાની કોઈ પણ કસર નથી બાકી રાખી, જેથી યુવતીએ વકીલ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવવી પડી છે.