*સુરતમાં મનપાની સ્થાયી સમિતિએ 6130 કરોડનું બજેટ મંજુર*

સુરત મહાનગરપાલિકાના આગામી વર્ષા બજેટની કમિશનર બંછાનિધી પાની દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. જેને પાલિકાની સ્થાયી સમિતીએ 126.85 કરોડના વધારા સાથે મંજૂર કર્યું છે. આગામી વર્ષ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું વર્ષ હોવાથી વેરામાં કોઈ વધારો કરાયો નહોતો. માત્ર ફાયર ચાર્જ બમણો કરાયો હતો જેના વિરોધનો થોડો ગણગણાટ થયો હતો. જો કે કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા 6003 કરોડના બજેટમાં સ્થાયી સમિતીએ વધારાના 126 કરોડના કામ ઉમેર્યા છે જેમાં પ્રવાસન સ્થળના વિકાસને પણ આવરી લેવા તૈયારી દર્શાવવામાં આવી છે