*કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 83 પર પહોંચી*

દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 83 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 10 દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 73 લોકો સારવાર હેઠળ છે. જ્યારે કે બે લોકોના મોત નિપજ્યા છે. કોરોના વાઈરસના વધતા ઈન્ફેક્શનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક મહત્વનું પગલું લીધું છે અને N-95 માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને જરૂરિયાતની વસ્તુઓની શ્રેણીમાં સામેલ કરી દીધા છે જેથી તેનું કાળાબજાર થતાં અટકાવી શકાય.