*મહિલા કલ્યાણ ક્ષેત્રે અપરાજિતા આગવી ઓળખ ઉભી કરશે: અંજના પરમાર*
મહેસાણા, સંજીવ રાજપૂત: મહેસાણા સર્કીટ હાઉસ ખાતે અપરાજિતા ટ્રસ્ટના નવ નિયુક્ત હોદ્દેદારો કારોબારી સમિતીની એક અગત્યની બેઠક અપરાજિતા ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી અંજના પરમારના અધ્યક્ષ સ્થાને મળી હતી.
આ બેઠકમાં સર્વાનુમતે અપરાજિતા ટ્રસ્ટના પ્રમુખ તરીકે વરણી થવા બદલ શ્રીમતી અંજના પરમારને સર્વે હોદ્દેદારો ,કારોબારી સમિતીની સભ્યો એ સાલ ઓઢાડી ફુલ માળા પહેરાવવીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
અપરાજિતાના પ્રમુખ શ્રીમતી અંજના પરમારે તેમના સન્માનના પ્રત્યુતર મા જણાવ્યું હતું કે મહિલા કલ્યાણ ક્ષેત્રે અપરાજિતા આગવી ઓળખ ઉભી કરશે આવનારા સમયમાં ગુજરાત તુરી બારોટ સમાજની મહિલાઓ સહિત સર્વ સમુદાયની મહિલાઓનો વિવિધ સ્તરે વિકાસ થકી અપરાજિતા એક આગવી ઓળખ ઉભી કરશે.
વધુ મા તેમણે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સહિત સમસ્ત ભારતીય મહિલાઓના સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, આર્થિક વિકાસ માટે અપરાજિતા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે.