*દેશના 8 રાજ્યોમાં સ્કૂલ અને કોલેજો બંધ કોરોનાનો ફફડાટ વધ્યો*

કોરોના નો ફેલાવો દુનિયામાં વકર્યા બાદ આખરે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ વૈશ્વિક મહામારી જાહેર કરી છે. બીજી તરફ ભારતે સ્થિતિની ગંભીરતા પારખીને તમામ પરદેશી પ્રવાસીઓ પર રોક લગાવી દીધી છે. એટલે કે વિશ્વના કોઈ પણ દેશના નાગરિકો 15મી એપ્રિલ સુધી ભારતમાં પ્રવેશી શકશે નહીં. કોરોના વાયરસ નું સંક્રમણ જલદી વધી રહ્યું છે. જેને પગલે દિલ્હી, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, હરિયાણા, બિહાર, મણિપુરે સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે જોકે, બોર્ડની પરીક્ષાઓ ચાલુ રહેશે. ગુજરાત માટે સારી બાબત એ છે કે આજદીન સુધી એક પણ કેસ પોઝિટીવ બહાર આવ્યો નથી.કર્ણાટકમાં 1વ્યક્તિનું મોત