*કમલનાથ પ્રધાનમંડળમાંથી સિંધિયા સમર્થક છ પ્રધાનોને દૂર કરાયા*

ભોપાલઃ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને મુખ્ય પ્રધાન કમલનાથની ભલામણ પર છ પ્રધાનો (ઇમરતી દેવી, સુલસી સિલાવટ, ગોવિંદ સિંહ રાજપૂત, મહેન્દ્ર સિંહ સિસોદિયા, પ્રદ્યુમ્ન સિંહ તોમર અને ડો. પ્રભુરામ ચૌધરી)ને રાજ્યના પ્રધાનમંડળમાથી કાઢી મૂક્યા છે. આ પ્રધાનો જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક હતા. સિંધિયા હાલમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે