*ભોપાલ પહોંચે પહેલાં સિંધિયા ગ્રૂપના 6 મંત્રી કેબિનેટમાંથી બરખાસ્ત*

મધ્યપ્રદેશમાં રાજકિય ઘમાસાણ વચ્ચે જ્યોતિરાદિત્યા સિંધિયાના દળના 6 મંત્રી અને ધારાસભ્યો થોડા જ સમયમાં ભોપાલ પહોંચશે. બેગલુરુના એક રિસોર્ટમાં રોકાયેલા 13 ધારાસભ્યો 2 ફ્લાઈટ થકી ભોપાલ આવશે. ઉલ્લેખનીય છે કે, સિંધિયાના સમર્થક કુલ 22 ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ એનપી પ્રજાપતિને પોતાના રાજીનામા મોકલ્યા છે. ત્યારબાદ સ્પીકરે નોટીસ જાહેર કરી ધારાસભ્યોને હાજર થવા માટે કહ્યુ હતુ. જેમાંથઈ 6 ધારાસભ્યોને શુક્રવારે, 7 ધારાસભ્યોને શનિવારે અને બાકી રહેલા 9 ધારાસભ્યોને રવિવારે ઉપસ્થિત થવાનું છે