વડોદરા: પારૂલ યુનિવર્સિટીના ટ્રસ્ટી પાસે જમીનના કેસમાં રૂપિયા 1 કરોડની ખંડણી માંગનાર કુખ્યાત ગોવા રબારીના બે સાગરીતોની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી કરી છે. ખંડણીખોરોએ ટ્રસ્ટીને ફોન ઉપર ધમકી આપતા જણાવ્યું હતું કે, અમારા બોસ તારા પિતા સાથે જેલમાં જ તેમની સાથે વાત કરી લે. અમારો હિસાબ નહીં પતાવો તો જાનથી મારી નાખીશું.
ટ્રસ્ટી પારૂલ પટેલ પાસે ખંડણી માંગી અમારે જમીનમાં લેવડ-દેવડ બાકી છે, તેમ જણાવી કામ બંધ કરાવ્યું રૂપિયા 1 કરોડ આપો. નહીં તો જાનથી મારી નાખીશું ક્રાઇમ બ્રાંચે અનુપ ગઢવી અને લાલજી ભરવાડની ધરપકડ કરી