આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા ઝૂંબેશરૂપે હોમ ટુ હોમ સર્વે, શંકાસ્પદ તાવના કેસોની તપાસ સહિતની કામગીરી હાથ ધરાઈ

વરસાદ બાદ રોગચાળા અટકાયતી કામગીરી માટે

માતાના મઢ આરોગ્ય કેન્દ્ર સજ્જ

૦૦૦૦

આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા ઝૂંબેશરૂપે હોમ ટુ હોમ સર્વે, શંકાસ્પદ તાવના કેસોની તપાસ સહિતની કામગીરી હાથ ધરાઈ

૦૦૦૦

ભુજ, સોમવાર :

વાવાઝોડા બાદની પરિસ્થિતિ અને હાલ વરસાદી વાતાવરણમાં રોગચાળો ન ફેલાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જે હેઠળ માતાના મઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા લોકહિતની વિવિધ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા રોગચાળા અટકાયતી પગલાઓ અન્વયે લખપત તાલુકાના માતાના મઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના વિવિધ ગામોમાં વાવાઝોડા અને વરસાદ બાદ રોગચાળાની પરિસ્થિતિ ન સર્જાય તે માટે MPHW, FHW, CHO અને આશા વર્કર બહેનો દ્વારા હોમ ટુ હોમ સર્વે કરી વિવિધ એન્ટી લાર્વલ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં એબેટ કામગીરી, ખાડા ખાબોચિયામાં બળેલા ઓઈલનો છંટકાવ, ડસ્ટિંગ, ક્લોરીનેશન તેમજ ક્લોરીનેશન ટેસ્ટ, ક્લોરીન ટેબ્લેટ વિતરણ, ORS વિતરણ, ઝિંક વિતરણ, શંકાસ્પદ તાવના કેસોની તપાસ જેવી એક્ટીવિટી ઝૂંબેશરૂપે હાથ ધરવામાં આવી છે. જેથી વાહકજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળાને અટકાવી શકાય.

આ તમામ કામગીરી માતાના મઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી ડૉ. પાયલબેન ગળચર અને ડૉ. જાનકીબેન વ્યાસ, સુપરવાઈઝરશ્રી ચંપાબેન રાઠોડ અને નિલેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે.