*નીતિનભાઈને ગુજરાતના સીએમ બનાવવાની કોંગ્રેસની ઓફર*

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આપેલા નિવેદન અંગે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યુ હતુ કે, નીતિનભાઈના દર્દ સાથે હું સહમત છું. નીતિનભાઈ એકલા નથી આખી કોંગ્રેસ તેમની સાથે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઘણું સારું કામ કર્યુ છે. અને તેઓ 15 ધારાસભ્યો લઈને આવે તો મુખ્યમંત્રી બનાવવા અમારો ટેકો છે ઉલ્લેખનીય છેકે, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરાવી હતી. તે વખતે નીતિન પટેલ બાજુમાં ઉભા હતાં તેમ છતાંય વડાપ્રધાને તેમની સાથે મુલાકાત કરાવવાનુ ટાળ્યું હતું. આજ કારણોસર તેમણે એવું કહ્યું કે,મને ભૂલાવવા પ્રયાસ કરાય છે. જોકે, સમગ્ર કાર્યક્રમ બાદ પણ નીતિન પટેલે કોની તરફ ઇશારો કર્યો તે ચર્ચાનો વિષય બન્યો હતો