મોબાઈલની જેમ વિજળી માટે ઘરમાં લાગશે પ્રિપેઇડ વીજળી મીટર, જાણો તેના લાભ

દેશભરમાં ત્રણ વર્ષની અંદર પ્રિપેઇડ વીજળી મીટર લગાવવા નું એલાન સરકારે કરી નાખ્યું છે અને હવે ગ્રાહકો સુધી તેનો લાભ પહોંચાડવા માટેની તૈયારી સરકારે શરૂ કરી દીધી છે. નિર્માતાઓને પ્રીપેડ મીટરના ઉત્પાદન વધારી દેવાની સૂચના સરકારે આપી દીધી છે તેજ રીતે તમામ રાજ્ય સરકારોને પત્ર પાઠવીને વીજળીના દરો ઘટાડવાની પણ સુચના અપાઇ છે.

કેન્દ્રના ઊર્જા મંત્રાલયના વર્તુળોએ એવી માહિતી આપી છે કે પ્રીપેડ મીટર ની વ્યવસ્થા હેઠળ ગ્રાહકો વીજળી વિતરણ કંપનીઓને વીજળી માટે પહેલા જ ચૂકવણી કરી દેશે માટે પ્રિ પેમેન્ટ કરનારા ગ્રાહકો માટે વીજળીના દર ઓછા હોવા જોઈએ તેમ કેન્દ્ર સરકારે તમામ રાય સરકારોને કહ્યું છે.

ઉર્જા મંત્રાલયના અધિકારીએ એમ કહ્યું છે કે ત્રણ મહિના પહેલાં પણ તમામ રાયના વીજ મંત્રીઓ સાથેની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઇ હતી. અધિકારીએ એમ પણ કહ્યું કે પ્રિપેડ મીટર લાગી ગયા બાદ ગ્રાહકોએ વીજળી બિલ નું પેમેન્ટ ઉપયોગ કરતાં પહેલાં પહેલાં જ ચૂકવી દેવું પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને ગત ૧લી ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરેલા બજેટમાં પણ પ્રીપેડ મીટર અંગેની જાહેરાત કરી હતી