વડાપ્રધાનના હસ્તે ક્રુઝ બોર્ડના લોકાર્પણ માટે નર્મદા નિગમના ચેરમેન રાજીવ ગુપ્તા અધિકારીઓ સાથે મહત્વની મિટિંગ કરી ચર્ચા કરી.

બીજે દિવસે પણ છ કિમીનો ફેરો ફરતી ફેરીબોટ નું ફરી એકવાર ટેસ્ટિંગ કરાયું
21મીએ વડાપ્રધાન આ બોટમાં બેસીને જળમાર્ગે નો પ્રવાસ કરશે અને પ્રવાસીઓ માટે ફેરીબોટ સેવા ખુલ્લી મુકાશે.
નર્મદા માં ફરતી ક્રુઝ લોક આકર્ષણનું કેન્દ્ર બની છે.
રાજપીપળા, તા. 13
ચાલુ મહિનાના 21 અને 22 માર્ચના રોજ બે દિવસની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર કેવડીયા આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને નર્મદામાં પ્રવાસીઓ માટે ફેરીબોટ સેવા શરૂ કરવાની હોવાથી વડાપ્રધાનના હસ્તે નર્મદામાં ઉતારેલુ ક્રુઝ બોટનું લોકાર્પણ કરવાના હોવાથી ગઈ કાલે નર્મદા નિગમના ચેરમેન રાજીવ ગુપ્તાને અધિકારીઓ સાથે મહત્વની મિટિંગ કરી ચર્ચા કરી હતી અને વડાપ્રધાન આ બોટના લોકાર્પણ કાર્યક્રમ અંગે માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. અને ગઈકાલે બીજે દિવસે પણ ક્રુઝ બોર્ડનું ટેસ્ટિંગ ફરી બીજીવાર કરવામાં આવ્યું હતું. 200 પ્રવાસીઓ આ બોટમાં બેસી શકે તેવી ઉત્તમ સુવિધા આ બોટ માં કરવામાં આવી છે. હાલ નર્મદામાં ગરુડેશ્વર વિયરડેમ થી સરદાર સરોવર નર્મદા ડેમનો 12 કિમી ના વિસ્તારને પાણીથી ભરી દેવામાં આવ્યો છે હાલ ગોધરાના 800 મીટર લાંબો પુલને વચ્ચે થી 72 મીટરના ભાગેને તોડી નંખાતા તેના વચ્ચેના ભાગમાંથી હાલ રોજ ટેસ્ટિંગ માટે ક્રુઝ બોર્ડને દોડાવાઈ રહી છે. હાલો ઉનાળાના પ્રારંભે હાડપિંજર જેવી સૂકીભંઠઠ નર્મદામાં પાણી આવી જતા નર્મદા હતો બે કાંઠે વહેતી થઈ છે.નર્મદાના 6 કીમી ના કોઝવે કેચમેન્ટ 30 ફૂટ જેટલો વિસ્તાર વીરય ડેમના દરવાજા બંધ કરી હાલ તો નર્મદાને પાણીથી ભરી દેવામાં આવ્યા છે. હાલ પુલ તૂટી ગયો હોવાથી સામે સમયતર નવો બનાવેલ પુલ કોઈપણ ઉદ્ઘાટન વિના ચાલુ કરી દેવામાં આવ્યો છે. હાલ નવા પુલ પરથી વાહન ચાલકો રાહદારીઓ ની અવરજવર શરૂ થઈ ગઈ છે.


રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા