ધનશેરા ગામની મહિલા આત્મહત્યા કરવા જતા બચી ગઈ, પણ નીચે પડી જતાં ગંભીર ઇજા થવાથી થયું મોત.
ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવા જતા નીચે પટકાતા ગંભીર ઇજા થવાથી મહિલાનું મોત.
ધનશેરા ગામે ખેતરના શેઢા ઉપર આવેલ સાગના ઝાડ સાથે ઉજવણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાની કોશિશ.
ઓથણી ગળા માંથી છૂટી જતા જમીન ઉપર પટકાતા ગંભીર ઇજા થવાથી મહિલાનું મોત.
રાજપીપળા,તા.13
ઘણીવાર મોત પણ અજીબ રીતે આવે છે માંગેલું મોત મળતું નથી અને ન માંગેલું મોત સામે આવીને ઉભું રહે છે ત્યારે આવી જ એક અજીબોગરીબ મોતની ઘટનાનો અદભુત કિસ્સો સાગબારા તાલુકાના ધનશેરા ગામે જોવા મળ્યો હતો. જેમાં ઘોડાદેવી ગામની મહિલાએ ખેતરના સેઢા ઉપર આવેલા સાગના ઝાડ સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી પણ ફાંસો આપતી વખતે ઓઢણી ગળામાંથી છુટી જતા મહિલા જમીન ઉપર જોરથી નીચે પટકાઈ હતી અને તેને બે ગંભીર ઇજા થવાથી મહિલાનું મોત નીપજયું હતું આ અંગે સાગબારા પોલીસ મથકે અકસ્માત મોત પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
બનાવની વિગત મુજબ મળનાર વનીતાબેન રાજારામ જંગાભાઈ તડવી (રહે, ઘોડાદેવી) અસ્થિર મગજના હોય કોઈને કહ્યા વગર પોતાના ઘરેથી ચાલ્યા જઈ ધનશેરા ગામની સીમમાં આવેલ મણીલાલ પટેલના ખેતરના સેઢા ઉપર આવેલ સાગના ઝાડ સાથે પોતાની જાતે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, પણ તે વખતે ઓઢણી છુટી જતા તે જમીન ઉપર પટકાઈ ગઈ હતી. જેમાં તેને મોઢાના ભાગે તથા કપાળના ભાગે વાગી ઈજા થતાં તેનું મોત નીપજ્યું મોત થયું હતું. આમ આત્મહત્યા કરવા ગયેલી મહિલાને અકસ્માતથી મોત મળ્યું હતું. આવું પણ મળી શકે છે એવી આ ઘટના સાગબારા પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા