રાજપીપળામાં લીમડાચોક ખાતે ભાથીજી દાદા નુ મંદિર પાસે દીવાલને અડીને લાઈટ નો થાંભલો પર જોખમી જંગલ લબડતા છુટા વીજવાયર.

દર્શને આવતા ભક્તોનો તેમજ લગ્ન પ્રસંગે આવતાં ગામના લોકો માટે વીજ કરંટ લાગવાનો ભય.
તંત્રની બેદરકારી સામે રહીશોમાં રોષ.
રાજપીપળા,તા.13
રાજપીપળામાં લીમડાચોક ખાતે ભાથીજી દાદા ના મંદિર પાસે દીવાલને અડીને લાઈટના થાંભલા પર જોખમી વાયરો નું જંગલ અને લબડતા છુટા વીજવાયરો જોઇને લોકોમાં ફફડાટ ફેલાયો છે. દર્શને આવતા ભક્તજનો તેમજ લગ્ન પ્રસંગે આવતાં ગામના લોકો માટે વીજ કરંટ લાગવાનો ભય સતત આવતા હોય રહીશો વીજ કંપનીને આ જોખમી વાયરો હટાવવાની માંગ કરી છે.
રાજપીપલામાં લીમડા ચોક ખાતે ભાથીજી દાદાનું મંદિર આવેલું છે, અહીં શુભ પ્રંસગો હોય જેમકે લગ્ન પ્રંસગો તો પહેલા આ દરેક ગામના લોકો ખુબ મોટી સંખ્યામાં લીમડાચોક ભાથીજી દાદાના મંદિરે થી શુભ શરૂવાત રીતી રિવાજથી કરે છે દરરોજ ખુબ મોટી સંખ્યામાં લોકો અહીયા આવે છે. પણ વહીવટી તંત્રથી ખુબ મોટી નિષકાળજીના કારણે શુભ પ્રસંગોમાં ખુબ મોટી દુરઘટના ઘટી શકે તેવી પરિસ્થિત છે.ત્યાં દિવાલને અડીને ને લાઈટનો પોલ આવેલો છે અને ત્યાં ખુબ મોટા પ્રમાણમાં વાયરો પણ છુટા જ છે જેથી કોઈ પણ નિદૅોષ વ્યકિત અથવા તો નાના બાળકોનું લાઈટના કરંટ લાગવાથી કોઈ મોટી દુરઘટના સર્જાઈ શકે એવી પરિસ્થિતિ છે. જેની સામે તંત્ર બેદરકારી સામે રહીશોમાં રોષ ફેલાયો છે જે માટે વહીવટી તંત્ર તાત્કાલીક ધોરણે કાયૅવાહી કરી કડક પગલા લે એવી અમારી તમામ ગ્રામજનો એ વીજકંપનીને રજૂઆત કરી છે.


રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા