સયાજીરાવ ગાયકવાડ

મૂળે ગાયકવાડો એટલે મત્રેથી ઓળખાતાં, આ રાજવંશના મૂળ એવા નંદાજીએ એક ગાયને વાઘના હુમલામાંથી બચાવી હતી. ગાયને ઘરના કમાડમાં બંધ કરી, મરાઠીમાં કમાડ એટલે કવાડ….ગાય અને કવાડ ભેગું થતાં પૂના પાસે ભરે ગામનું પરિવાર ગાયકવાડ તરીકે જાણીતું બન્યું. છત્રપતિ શિવાજીના સમયથી સત્તાનું વિશ્વાસુ બનેલા ગાયકવાડ સમયની થપાટો અને થપાટોને તકોમાં ફેરવતા છેક વડોદરા પહોંચી ગયાં.
સયાજીરાવ ગાયકવાડ સોનાના પલંગ પર સુવે છે, અઢળક સોનું પહેરે છે. પેલેસને ગરમ અને ઠંડો કરી શકે છે, ઇંગ્લેન્ડના રાજા ખૂશ રાખવા મોંઘી ભેટ આપતાં રહે છે, સોનાના રથમાં મુસાફરી કરે છે….સયાજીરાવ જ્યારે યુરોપમાં હોય ત્યારે છપાતું, પ્રારંભમાં સ્પષ્ટતા કરતાં પણ સમય જતાં સમજતા ગયાં કે આ તો ચાલવાનું જ છે. હદ તો થઈ કે પુત્ર જયસિંહ રાવના નિધન પર રોઇટરની ભૂલે સયાજીરાવનું નિધન લખાયું, દેશ દુનિયામાં અનેક છાપામાં શ્રધ્ધાંજલી છપાતી ગઇ. સયાજીરાવ ના કાર્યોના વખાણ સાથે ટીકાત્મક લેખો પણ લખાતા ગયા, સ્વજનનુ મૃત્યુ અને પોતા પર લખાણો…પણ આ લેખો પર દ્વેષ રાખવાને બદલે વોર્નિંગ સમજી કામ કરવાની ઝડપ વધારી…મહારાજા અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા સર સયાજીરાવ ગાયકવાડને શત શત પ્રણામ….
સયાજીરાવ ગાયકવાડ
(11 March 1863 – 6 February 1939)

Deval Shastri🌹