*5 મહિના પહેલાં અમેરિકાએ તમારા પીએમનું સ્વાગત કર્યું હતું*

મ્પે તેમના ભાષણની શરૂઆત નમસ્તેથી કરી. જે બાદ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સાચા મિત્ર ગણાવ્યા. તેમણે કહ્યું કે દરેક લોકો પીએમ મોદીને પ્રેમ કરે છે. ટ્રમ્પે કહ્યું કે અમે 8 હજાર માઈલનું અંતર કાપીને અહીં એ જ કહેવા આવ્યા છીએ કે અમેરિકન્સને ભારત માટે પ્રેમ છે. તેમણે કહ્યું કે ભારતનું હંમેશા અમારા દિલમાં વિશેષ સ્થાન રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે 5 મહિના પહેલાં અમેરિકાએ તમારા પીએમનું સ્વાગત કર્યું હતું. આજે ભારતે અમારું દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં સ્વાગત કર્યું છે. સુંદર અને નવા મોટેરા સ્ટેડિયમમાં આવીને સંબોધન કરવું એ મારા માટે ગર્વની વાત છે.