એ.સી.બી.સફળ ટ્રેપ

 

ફરીયાદી :

એક જાગૃત નાગરિક

 

આરોપી :

રાજેશકુમાર બચુભાઈ પટેલ,

ઝાંખરી રાઉન્ડ ફોરેસ્ટર, વર્ગ-૩,

તા.વ્યારા, જી.તાપી

 

ગુનો બન્યા : તા.૧૨/૦૪/૨૦૨૩

 

લાંચની માંગણીની રકમ : રૂપિયા ૪૦,૦૦૦/-

 

લાંચ સ્વીકારેલ રકમ : રૂપિયા ૪૦,૦૦૦/-

 

લાંચની રીકવર કરેલ રકમ : રૂપિયા ૪૦,૦૦૦/-

 

ગુનાનુ સ્થળ :

ઝાંખરી ગામના સ્મશાનની બાજુમાં,જાહેર રોડ ઉપર

 

ગુનાની ટુંક વિગત :

ગઈ તા.૦૮/૦૪/૨૦૨૩ના રોજ આ કામના ફરિયાદીને રાઉન્ડ ફોરેસ્ટરની કચેરી ઝાંખરી તરફથી એક નોટીસ મળેલ,જેમાં ખેરના બીન પાસ પરમીશન વગરના અનામત પ્રકારના ખેરના છોલેલા લાકડા તેમજ વાહન પકડવામાં આવેલ. જે ગુનામાં આ કામના ફરિયાદીને રેન્જ કચેરી વ્યારા ખાતેથી દિન-૦૨ માં હાજર રહેવા સુચના આપેલ,જે અંગે આ કામના ફરિયાદી આરોપીને મળતા આરોપીએ ફરિયાદીને તપાસમાં તારુ નામ નહી આવે અને તારી ધડપકડ નહી થાય તેમ કહી ફરિયાદી પાસે પ્રથમ રૂ.૫૦,૦૦૦/-ની લાંચની માગણી કરેલ જે રકઝકના અંતે રૂ.૪૦,૦૦૦/-નકકી થયેલ. જે લાંચની રકમ રૂ.૪૦,૦૦૦/- ફરીયાદી આપવા માંગતા ન હોય,

તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ;જે ફરીયાદીની ફરીયાદના આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરતા આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આરોપી રૂ.૪૦,૦૦૦/-ની લાંચની રકમ સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયેલ હોય, એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

ટ્રેપીંગ અધિકારી :

શ્રી આર.કે.સોલંકી, પોલીસ ઇન્સપેકટર, સુરત ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે.

તથા શ્રી કે.જે.ધડુક, પોલીસ ઇન્સપેકટર, સુરત શહેર એ.સી.બી.પો.સ્ટે.

તથા એ.સી.બી.સ્ટાફ

 

સુપર વિઝન અધિકારી: શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.