શાંત મન….
.
એક વાર એક અમીર માણસની ઘડીયાળ ઘાસથી ભરેલા વાડામાં ખોવાઈ ગઈ…..જે બહુ કિંમતી ઘડીયાળ હતી,…..એટલે તે માણસે તેની ઘણી શોધ કરી…પણ, તે ઘડીયાળ ન મળી !
.
.
તેના ઘરની બહાર થોડા છોકરાઓ રમી રહ્યા હતા…અને, તેને બીજા એક કામ માટે બહાર જવાનું હતું…
.
.
તેથી,….તે માણસે વિચાર કર્યો કે ….આ છોકરાઓને ઘડીયાળ શોધવાનું કહું…તેણે છોકરાઓને કહ્યું કે જે પણ છોકરો ઘડીયાળ શોધી દેશે…તેને તે સરસ મજાનું ઇનામ દેશે…..
.
.
આ સાંભળીને છોકરાઓ ઈનામની લાલચમાં વાડાની અંદર દોડી ગયા…અને….અહીં-તહીં ઘડીયાળ શોધવા લાગ્યા…
.
.
પરંતુ….કોઈ પણ છોકરાને ઘડીયાળ મળી નહી !
.
.
ત્યારે….એક છોકરાએ તે અમીર માણસની પાસે આવીને કહ્યું , તે ઘડીયાળ શોધીને લાવી શકે તેમ છે…પણ બધા છોકરાઓને વાડાની બહાર જવું પડશે …..!
.
.
અમીર માણસે તેની વાત માની લીધી….તે અમીર માણસ અને બાકીના છોકરાઓ બહાર ચાલ્યા ગયા…
.
.
થોડી વાર બાદ …..તે છોકરો બહાર આવ્યો અને તેના હાથમાં તે કિંમતી ઘડીયાળ હતી. તે અમીર માણસ પોતાની ઘડીયાળ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો !
.
.
તેણે છોકરાથી પૂછ્યું “તેં ઘડીયાળ કેવી રીતે શોધી ….? જ્યારે બાકી છોકરાઓ અને હું પોતે પણ આ કામમાં નાકામ રહ્યો હતો ….??”
.
.
છોકરાએ જવાબ આપ્યો , “મેં કાંઈ કર્યું નથી…
બસ ‘શાંત’ મનથી જમીન પર બેસી ગયો… અને
ઘડીયાળનો ‘અવાજ’ સાંભળવાની કોશીશ કરવા લાગ્યો…
.
.
કેમ કે …’વાડા’ માં શાંતિ હતી…એટલે મેં તેનો અવાજ સાંભળી લીધો…અને તે દિશામાં જોયું !
.
.
મોરલ….
એક ‘શાંત’ મગજ ‘સારો’ વિચાર કરી શકે છે,
એક ‘થાકેલા’ મગજની તુલનામાં !
.
.
માટે….દિવસમાં થોડા સમયના માટે…આંખો બંધ કરીને શાંતિથી બેસજો….. !
.
.
પોતાના મસ્તકને શાંત થવા દેજો…પછી જૂઓ !
તે આપની જિંદગીને કેવી રીતથી ‘વ્યવસ્થિત’ કરી દે છે…. !!
.
.
કેમકે દરેક આત્મા ….હમેશા પોતાની જાતને ઠીક કરવાનું જાણે છે…બસ….મનને શાંત કરવુ જ ‘પડકાર’ છે.
.
.
આ પડકાર થોડું અઘરો જરૂર છે…
પણ ‘અસંભવ’ જરાય નથી….. !!
.
.
🙏🏻😊🌸