જામકંડોરણા : જામકંડોરણાના રામપર ગામે સેવા સહકારી મંડળી અને રામપર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં ગુજરાત રાજ્યના યુવા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ખાસ ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે દુઘ ઘર અને સહકારી મંડળીના રીનોવેટ કરેલ મકાનનું લોકાર્પણ કરાયેલ હતું આ તકે રામપર ગામે આવેલ લાભુબેન ચંદુભાઇ ગોંડલીયા લેઉઆ પટેલ સમાજમાં નવનિર્મિત વિઠ્ઠલભાઇ હંસરાજભાઈ રાદડીયા લગ્ન હોલનું પણ લોકાર્પણ કરાયું હતું, કાર્યક્રમમાં રામપરના ગ્રામજનોએ જણાવ્યું હતું કે વિઠ્ઠલભાઈ રાદડીયા સાથે પારિવારિક નાતો હતો. અમે સમગ્ર ગ્રામજનોએ વિઠ્ઠલભાઈ રાદડીયાના કાર્યોને આજે પણ યાદ કરે છે. આ તકે આરડીસી બેંકના યુવા ડિરેકટર લલીત રાદડીયાનું યુવા ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમજ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, ચંદુભા ચૌહાણ, કરણસિંહ જાડેજા, સંજયભાઈ બોદર, જસમત કોયાણી, ખીમજીભાઈ બગડા, કાનજીભાઈ પરમાર, કરસનભાઇ સોરઠીયા, કલ્પેશભાઈ રાણપરીયા, હરસુખ પાનસુરીયા, ચીમનભાઇ પાનસુરીયા, મોહનભાઇ કથીરીયા, ધનજીભાઇ બાલધા, ચંદુભાઇ લુણાગરીયા, વલ્લભ કોટડીયા, છગનભાઇ ગોંડલીયા સમાજના પ્રમુખ જીતુભાઇ ગોંડલીયા, બાબુભાઇ ચોવટીયા, સરપંચ લાભુબેન ગોંડલીયા તેમજ મહિલા સશકતીકરણ સમિતિ તથા મહિલા સરપંચ અને તમામ સદસ્યો દ્વારા કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાનું સન્માન કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ સંજયભાઈ સુતરીયાએ કરી હતી.
(તસવીર :- મીત ગાંધી, જામકંડોરણા)