પોલીસ મહાનિરીક્ષકશ્રી વિ.ચંન્દ્રશેખર સાહેબ, અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી અમીત વસાવા સાહેબ નાઓએ અમદાવાદ ગ્રામ્ય તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી.બી.એસ.વ્યાસ સાહેબ સાણંદ વિભાગ, નાઓ તરફથી જિલ્લામાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા સારૂ ચાંગોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.ડી.ગોજીયા નાઓને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ જે અનુસંધાને અ.હે.કો. ધર્મેંદ્રસિહ ડોડ નાઓને ખાનગી રાહે અને આધારભુત બાતમી હકીકત મળેલ કે, મટોડા ગામ ખાતે રહેતા ખોડાભાઇ નવઘણભાઇ મકવાણા તથા મહાદેવભાઇ આશાભાઇ મકવાણા નાઓ નશાકારક કોડેઇન યુકત કફ સીરપની બોટલો ગેર કાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખી તેનું અન અધિકૃત રીતે ઉંચા ભાવે પોતાના આર્થિક ફાયદા માટે વેચાણ કરવા માટે પોતાના કબજાની સફેદ કલરની વેન્યુ ગાડી નં-GJ-38-BC-0280 ની સરખેજથી નિકળી ચાંગોદર હાઇવે ઉપર બ્રીજ ઉપરથી નિકળનાર હોય જે બાતમી હકીકત આધારે રેઇડ કરતા સદરી ખોડાભાઇ નવઘણભાઇ મકવાણા (કો.પટેલ) ઉ.વ-૩૬ રહે, મટોડા ગામ તા-સાણંદ જી-અમદાવાદ તથા મહાદેવભાઇ આશાભાઇ મકવાણા (કો.પટેલ) ઉ.વ.૩૯ રહે, મટોડા ગામ તા-સાણંદ જી-અમદાવાદ નાઓ સફેદ કલરની વેન્યુ ગાડી નં-GJ-38-BC-0280 ની મોજે સરખેજ બાવળા હાઇવે ચાંગોદર બ્રીજની જમણી બાજુ ચાંગોદર તા-સાણંદ ખાતેથી નશાકારક કોડેઇન યુક્ત કફ સીરપની બોટલ નંગ-૫૯૪ ની કિ.રૂ.૮૭,૩૧૮/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.-૬૦૦૦/- તથા રોકડ રૂપીયા ૫૦૦/- તથા એક હુંડાઇ કંપનીની વેન્યુ ગાડી નં-GJ-38-BC-0280 ની કી.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૯૩,૮૧૮/- ના મુદામાલ કબજે કરી સદરી આરોપી વિરુદ્ધ ચાંગોદર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૨૦૧૫૨૩૦૧૪૩/૨૦૨૩ NDPS કલમ- ૮(સી), ૨૧(સી), ૨૯ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ પો.સ,ઇ.શ્રી સી.કે રાવ સાહેબ નાઓ ચલાવી રહા છે.
પકડાયેલ આરોપીઓ


(૧) ખોડાભાઇ નવઘણભાઇ મકવાણા (કો.પટેલ) ઉ.વ-૩૬ રહે, મટોડા ગામ તા-સાણંદ જી-અમદાવાદ
(૨) મહાદેવભાઇ આશાભાઇ મકવાણા (કો.પટેલ) ઉ.વ.૩૯ રહે, મટોડા ગામ તા-સાણંદ જી-અમદાવાદ
વોન્ટેડ આરોપીયો
(૧) હીમ્મતભાઇ ઉર્ફે હરેંદ્ર
(૨) જયભાઇ હેમતકુમાર રહે,સરખેજ
(૩) પ્રહલાદભાઇ પ્રભુભાઇ મકવાણા રહે,મટોડા ગામ
(૪) પરબત ચુનારા રહે,મટોડા ગામ
કબજે કરેલ મુદામાલ :-
(૧) કુલ બોટલ નંગ-૫૯૪ ની કિ.રૂ.૮૭,૩૧૮/- નો મુદ્દામાલ
(૨) રોકડ રૂ.-૫૦૦/-
(૩) મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.-૬૦૦૦/-
(૪) હુંડાઇ કંપનીની સફેદ વેન્યુ ગાડી ની કી.રૂ.૫,૦૦,૦૦૦/-
કુલ મળેલ મુદ્દામાલની કુલ કિ.રૂ. કિ.રૂ.૫,૯૩,૮૧૮/-

આ કામગીરીમાં ચાંગોદર પો.સ્ટે પો.ઇન્સ.શ્રી આર.ડી.ગોજીયા તથા પો.સ.ઇ.શ્રી સી.કે.રાવ તથા એ.એસ.આઇ મહેંદ્રભાઇ પટેલ તથા અ.હે.કો. ધર્મેંદ્રસિહ ડોડ તથા અ.હે.કો અનીરૂધ્ધદાન બાટી તથા અ.હે.કો ધીરેંદ્રસિહ વાઘેલા તથા અ.પો.કો રણજીતસિહ સોલંકી તથા અ.પો.કો દિવ્યરાજસિહ ચુડાસમા તથા અ.પો.કો કીરીટસિહ સોલંકી તથા પો.કો ધનરાજસિહ ચૌહાણ તથા પો.કો સંજયસિહ ચાવડા તથા પો.કો નરેંદ્રસીહ રાઠોડ તથા ડ્રા.હે.કોન્સ. બળવંતસિહ ચાવડા નાઓ જોડાયેલ હતાં.
તા-૦૫/૦૩/૨૦૨૩

 

જાહેર જનતા જોગ અપીલ
ઉપરોક્ત પકડાયેલ કેફી દ્રવ્ય (કફશીરફ) નુ યુવાધનમા વધારે દુષણ હોય જેથી આવી ગેરકાયદેસર પ્રવુતી કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જો કોઇ નાગરીક પોલીસને ગુપ્ત માહીતી આપશે કે નામ આપશે તોતે નાગરીકોનુ નામ ગુપ્ત રખાશે તેમજ આવી ગેરકાયદેસર પ્રવુતીને નેશ્ત નાબુત કરવા માટે જાહેર જનતાએ પોલીસને સહયોગ આપવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જાહેર અપીલ કરવામા આવે છે

(આર.ડી.ગોજીયા)
પોલીસ ઇન્સપેક્ટર
ચાંગોદર પોલીસ સ્ટેશન
અમદાવાદ ગ્રામ્ય