સિંગલ બેરલવાળી દેશી હાથ બનાવટની બંદુક પક્ડી પાડતી લાકડીયા પોલીસ
મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબનાઓએ પુર્વ કચ્છ જિલ્લામાંથી ગેરકાયદેસર હથિયાર પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સુચના અનુસંધાને પોલીસ ઇન્સપેકટરશ્રી આર.આર.વસાવા લાકડીયા પોલીસ સ્ટેશનનાઓની સુચના મુજબ લાકડીયા પોલીસ સ્ટાફના માણસો સાથે નાઈટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે મળેલ સચોટ બાતમી હકિકત આધારે જુના કટારીયા સીમ વિસ્તારમાં આવેલ ડેટોક્ષ કંપની પાછળ કાચા માર્ગ પરથી આરોપી રસુલ કરીમ જીએંજા રહે.શિકારપુર તથા સલીમ ભુરા રાઉમા રહે.જુના કટારીયાવાળાઓના કબ્જામાંથી એક દેશી હાથ બનાવટની સિંગલ બેરલવાળી બંદુક કિંમત રૂ.૧૦,૦૦૦/-વાળી કબ્જે લઈ આર્મ્સ એક્ટ તળે ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓઃ- રસુલ કરીમ જીએજા ઉ.વ-૪૨ રહે.કોલીવાસ શિકારપુર તા-ભચાઉ કચ્છ સલીમ ભુરા રાઉમા ઉ.વ-૫૦ રહે.જુના કટારીયા ત-ભચાઇ કચ્છ
કબ્જે કરેલ મુદ્દામાલઃ- સિંગલ બેરલવાળી દેશી હાથ બનાવટની બંદુક નંગ-૧ કિંમત રૂ.૧૦,૦૦૦/- વિવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ નંગ-૧ કિંમત રૂ.૩૦૦૦/-
આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર.વસાવા તથા એ.એસ.આઈ જયેશભાઈ એન.પારગી,પો.હેડ કોન્સ. સમિતભાઈ ડાભી તથા પો.કોન્સ, ચેતનદાન કલેટનાઓ જોડાયેલ હતા.