*મોડાસામાં મૉડર્ન જનસેવા કેન્દ્ર ખુલ્લું મુકાયું*

ભીલોડા: મોડાસા ખાતે આવેલા અરવલ્લી જિલ્લા સેવા સદનમાં અરજદારોને મદદરૂપ થવા લાખો રૂપિયાના ખર્ચે નવીન મોડર્ન જનસેવા કેન્દ્ર અરજદારોની સુવિધા માટે બનાવવામાં આવ્યું હતું જે ગત જાન્યુઆરીની ૧૮ તારીખના રોજ ઉદ્ઘાટનની તમામ તૈયારી કરી દેવામાં આવી હતી અને નેતા પણ આવવાના હતા, પણ નેતા કોઈ અન્ય કાર્યક્રમમાં જતા રહેતા ઉદ્ઘાટન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ જગત જમાદાર ટ્રમ્પના સ્વાગતમાં વહીવટી અને રાજકીય તંત્ર તૈનાત રહેતા વધુ જનસેવા કેન્દ્રના ઉદ્ઘાટનની કામગીરી ટલ્લે ચઢ્યું હતું. આખરે જિલ્લા પ્રભારી મંત્રી રમણ પાટકરના હસ્તે મોર્ડન જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું