*સરસ મેળામાં સુરતીઓ માટે લીલા મરચાનો તીખો હલવો પીરસાયો*

દક્ષિણ ભારતમાં એક ખાસ પધ્ધતિથી હલવો બને અને બનાવવામાં ૩ કલાક લાગે છે. તેમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ થાય છે. એસ. સાજન કહે છે, અત્યાર સુધી અમારી ટીમ ગૃહ ઉદ્યોગ દ્વારા ચોકલેટ, ડ્રાય ફ્રુટ, પાઈનેપલ, ઓરેન્જ જેવા હલવા બનાવતી હતી. પણ પરંતુ ત્રણેક વર્ષ પહેલાં તેમના સભ્યએ મજાકમાં ગ્રીન ચીલીનો હલવો બનાવીએ તેવી કોમેન્ટ કરી હતી. તેને તમામે ગંભીરતા લીધી હતી. ચોખાનો લોટ, ગોળ અને ગ્રીન ચીલીનું મીશ્રણ કરીને હલવો બનાવાયો હતો. શરૃઆતમાં આ હલવો ખાતા લોકો અચકાતા હતા. પણ હવે સામેથી માંગી રહ્યા છે. આવા હલવાને કારણે દિલ્હીમાં ગૃહઉદ્યોગ મેળામાં સરકારે એવોર્ડ પણ આપ્યો હતો. ટીમ દ્વારા લીલા નારીયેળનો હલવો પણ બનાવાઇ રહ્યો છે.