કેવડિયામાં આગામી દિવસોમાં પર્યાવરણના મહત્વને ધ્યાનમાં રાખીને માત્ર બેટરીથી ચાલતાવાહનોને પ્રાથમિકતા અપાશેઃPM મોદી

કેવડિયા બનશે
દેશની પહેલી
ઈલેક્ટ્રોનિક સિટી

વડા પ્રધાન મોદીનું આ સ્વપ્ન ટૂંક સમયમાં થશે સાકાર

કેવડિયામાં આગામી દિવસોમાંપર્યાવરણના મહત્વને ધ્યાનમાં
રાખીને માત્ર બેટરીથી ચાલતાવાહનોને પ્રાથમિકતા અપાશેઃ
PM મોદી

વડા પ્રધાને દેશની
પહેલી ઈલેક્ટ્રોનિક સિટીનો પણ
ઉલ્લેખ કર્યો

કેવડિયા શહેરમાં માત્ર બેટરી આધારિત
ફોર વ્હીલર અને બસો ચાલશે

રાજપીપલા, તા6

પર્યાવરણ દિવસ નિમિત્તે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોદીએ એક કાર્યક્રમમાં
સંબોધનમા તેમણે દેશની પહેલી
ઈલેક્ટ્રોનિક સિટીનો પણ ઉલ્લેખ
કર્યો હતો. પીએમ મોદીએ કાર્યક્રમમાં
કહ્યું હતું કે, ભવિષ્યની એક યોજનાઅંગે હું જાકાકરી આપવા માંગુછું. ગુજરાતના ખૂબસુરત શહેર કેવડિયામાં આગામી દિવસોમાંપર્યાવરણના મહત્વને ધ્યાનમાંરાખીને માત્ર બેટરીથી ચાલતા
વાહનોને જ પ્રાથમિકતા આપવામાંઆવશે.

પીએમ મોદીના એલાન પહેલા2019મા કેન્દ્ર સરકાર તરફથી કેવડિયામાં
માત્ર ઈલેક્ટ્રોનિક
વાહનોની અવર જવરને મંજૂરી આપવા માટે પ્રાથમિક યોજના તૈયાર
કરી દેવાઈ હતી. નેશનલ ટુરિઝમ
એડવાઈઝરી કાઉન્સિલના પૂર્વ
ચેરમેન અને પૂર્વ પર્યટન મંત્રી જેજે એલફોન્સે તે સમયે કહ્યું હતુ કે,
સ્ટેચયુ ઓફ યુનિટી જોવા આવનારા
પર્યટકોની સંખ્યામાં હવે વધારોથશે. આવામાં અહીંયા વર્લ્ડ ક્લાસ
ટુરિઝમની સુવિધાઓ ડેવલપ કરવાનું લક્ષ્ય છે.
આવનારા સમયમાં આ
શહેરમાં માત્ર બેટરી આધારિત ફોર
વ્હીલર અને બસો જ ચાલશે.અર્થાત અહીં દોડતા વાહનો પેટ્રોલડિઝલ થી નહીં ચાલે પણ બેટરી થી ચાલશે. અર્થાત અહીં પ્રદુષણ નહીં થાય અને કેવડિયા પ્રદુષણ મુકત
દેશની પ્રથમ
ઈલેક્ટ્રોનિક સિટીબનશે જે પ્રવાસીઓ અને દેશ વાસીઓ માટે ગૌરવ રૂપ અનેઆકર્ષણ નું કેન્દ્ર બનશે. ટૂંક સમયમાં આ પ્રોજેટક ઉપર કામ શરૂ થઈ જશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયામાં સ્થાપિત કરી છે. સાથે સાથે ઇકો ટુરીઝમના વિકાસ થકી આ સમગ્ર આદિવાસી વિસ્તારની સામાજિક આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પ અમલમાં મુક્યા છે તેના કારણે આજે આ સ્થળ વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બન્યું છે સાથે સાથે સ્થાનિકોને વિવિધ રોજગારી આપવાનું ઉદાહરણરૂપ કાર્ય પણ થયું છે. જેમાં પ્રવાસન સ્થળનો વિકાસ પર્યાવરણીય જાળવણી તથા સંવર્ધન સાથે થાય તે વડાપ્રધાનશની દૂરંદેશી ભરી નીતિ રહી છે. આ દિશામાં વધુ એક અજોડ કદમ ઉઠાવતા, આ વિસ્તારમાં પ્રદૂષણ ઓછું થાય તેવા સહિયારા પ્રયાસોનાં ભાગરૂપે બેટરી સંચાલીત વાહનો ચલાવવાનો નિર્ધાર માનનીય પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ પર્યાવરણ દિને વ્યક્ત કર્યો છે અને તેને સાકાર કરવા માટે ઉચિત સબસીડી પણ આપવામાં આવશે.વડાપ્રધાનના આ નિર્ણયથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર સમગ્ર દેશમાં માત્ર ઇલેક્ટ્રિક વેહિકલ ધરાવતો પ્રથમ વિસ્તાર બનશે. આ સમગ્ર યોજના SOUADTGA વિસ્તારમાં તબક્કાવાર લાગુ કરાશે અને જાહેર કરાયેલા વિસ્તારમાં માત્ર ઇલેક્ટ્રિક વાહનો ફેરવી શકાશે.
પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાતી બસો પણ ડિઝલના બદલે ઇલેક્ટ્રિક બસો વપરાશે. SOUADTGA વિસ્તારનાં રહેવાસી પુખ્ત વયના વ્યક્તિને દ્રી-ચક્રી ઇ-વાહન ખરીદવા સહાય આપવામાં આવશે.
દ્વિચક્રી વાહનના લાભાર્થીને GEDA દ્રારા આપવામાં આવતી સહાય ઉપરાંત SOUADTGA
તરફથી પણ ઉચિત સબસીડી આપવામાં આવશે.લાભાર્થીએ આ વિસ્તારમાં પેટ્રોલ-ડીઝલનાં વાહનો ન ચલાવવાની બાંહેધરી આપવાની રહેશે.
ઇ-રીક્ષા ચલાવનાર કંપનીએ SOUADTGA વિસ્તારમાં ઓછામાં ઓછી ૫૦ રીક્ષા પ્રારંભે ચલાવવાની રહેશે.
ઇ-રીક્ષા માટે ચાલકની પસંદગીમાં SOUADTGA વિસ્તારની મહીલાઓ અને હાલના રીક્ષાચાલકોને રોજગારી મળી રહે તે માટે પ્રાધાન્ય આપવામાં આવશે ઇ-રીક્ષા ચલાવનાર કંપનીએ આ માટે સ્માર્ટ મોબાઈલ એપ વિકસાવવાની રહેશે જેમાં વિવિધ પ્રવાસીય સ્થળો અને અંતર અને નિયત ભાડા સહિતનો ઉલ્લેખ હશે.
મહિલા ચાલકને કેવડીયા ખાતેનાં સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર ખાતે વાહન ચલાવવાની વિધિસરની તાલીમ નિ:શુલ્ક આપવામાં આવશે. ઇ-વાહનનો મેઇનટેનન્સ વર્કશોપ તથા ચાર્જિંગ સ્ટેશન પણ અત્રે ઊભા કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેવડિયા ખાતે પ્રદુષણ ફેલાવતા કોઈ ઉદ્યોગો નથી, બે જળ વિદ્યુત મથકો છે જે વિપુલ પ્રમાણમાં પર્યાવરણીય મિત્ર જેવી વિદ્યુત ઉત્પન્ન કરે છે. આ વિસ્તારને માત્ર ઇલેક્ટ્રિક વેહિકલ માટે આરક્ષિત કરાતાં હવા અને અવાજનું પ્રદુષણ ઘટશે અને આ અજોડ પ્રવાસન સ્થળની યશકલગીમાં એક પીછું ઉમેરાશે. એટલું જ નહીં પણ ભારતના અને વિશ્વના વિવિધ સ્થળોએથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ આ વ્યવસ્થા નિહાળીને પર્યાવરણની જાળવણી માટે વધુ સજાગ અને પ્રોત્સાહિત બનશે અને અહીંથી એ સંદેશો લઈને પરત જશે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા