*પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી મોબાઇલ સાથે મળી આવ્યો*

બોટાદ જિલ્લાના કેરીયા પ્રા.શાળાના શિક્ષક જયકિશનભાઇ બળવંતકુમાર વ્યાસ (ઉ.વ.૨૫)એ બોટાદ પોલીસ મથકમાં બોટાદની કાદરશેઠની વાડીમાં રહેતા વિદ્યાર્થી શૈલેષ વિરજીભાઇ ધોળકીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગઇકાલે તેઓ એસ.એસ.સી.બોર્ડના વિજ્ઞાાન અને ટેકનોલોજીની પરીક્ષામાં બોટાદ ખાતે આવેલ શિવધારા વિદ્યાલયના પરીક્ષાખંડમાં સુપરવાઇઝર તરીકે ફરજ પર હતા તે વેળાએ બ્લોક નં.૧૨૦માં સવારે ૧૧.૪૯ કલાકના સુમારે પરીક્ષા આપતો વિદ્યાર્થી શૈલેષ ધોળકીયાને ચાલુ પરીક્ષાએ ચેક કરતા તેની પાસેથી એક મોબાઇલ ફોન મળી આવતા તેણે ગેરરીતિ આચરી જિલ્લા મેજિસ્ટ્રેટ બોટાદના પ્રવર્તમાન જાહેરનામાનો ભંગ કરતા મળી આવ્યો હતો. ઉક્ત બનાવ અનુસંધાને બોટાદ પોલીસે ૧૮૮ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.