ટ્રેનમાં પગ મુકતા પહેલા અમદાવાદ કર્મભૂમિને વંદન કર્યા.

કોરોનાના સંક્રમણના પગલે લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અનેક લોકો જ્યાં હતા ત્યાં જ અટવાયા હતા. સામાન્ય દિવસોમાં ઘણા લોકો વતનથી દૂર લાંબો સમય કાઢી નાંખતા હોય છે, પરંતુ કોઈ કૂદરતી આફત આવે ત્યારે સ્વાભાવિક રીતે માણસને ઘર- પરિવાર પાસે અથવા ગામ કે વતન તરફ જવાની ઈચ્છા થાય છે. ગુજરાત સરકારે શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા કરી હતી, તેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પ્રશાસને પણ અત્યાર સુધી અનેક લોકોને વતન મોકલયા છે.

શહેરના અમરાઈવાડીમાં રબારી વસાહત ખાતે રહેતા મુળ રાયબરેલીના વતની ક્રિશ્નાવતીએ જણાવ્યું હતું “ તે અહીં જ રહે છે અને નાનુ મોટુ કામ કરે છે..તેમનું વતન ભલે રાયબરેલી છે, પણ ગુજરાત જ તેમનું સર્વસ્વ છે. ગુજરાતે તેમને ઘણુ આપ્યું છે.

જો કે આવી પરિસ્થિતીમાં ઘર યાદ આવે છે, એટલે અમે જઇ રહ્યા છીએ. જિલ્લા તંત્રએ તેમને વતન જવા માટેની તમામ વ્યવસ્થા કરી આપી છે. તેથી અમે સરકારનો આભાર માનીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે અમે સ્થિતિ સામાન્ય થવા પર ફરી ગુજરાત આવીશું.

તેમણે અને તેમના પતિએ ટ્રેનમાં પગ મુકતા પહેલા અમદાવાદ કર્મભૂમિને વંદન કર્યા હતું.